કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણના પગલે દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી
રાજીનામાં આપનારા મંત્રીઓ
થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી), ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી), રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી), અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી), દેબોશ્રી ચૌધરી (મહિલા બાળવિકાસમંત્રી), સદાનંદ ગૌડા (રસાયણમંત્રી), સંતોષ ગંગવાર (શ્રમ રાજ્યમંત્રી), સંજય ધોત્રે (શિક્ષણ રાજ્યમંત્રી), બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી, રતન લાલ કટારિયા, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર
નવી દિલ્હી, મોદી મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયુ. આ વિસ્તરણ પહેલાં ઘણા મંત્રીઓને ઘરભેગા પણ કરવામાં આવ્યા છે. મોદી કેબીનેટમાં હવે ચોંકાવનારા રાજીનામા પણ આવવા લાગ્યા છે. નવા મંત્રીઓના શપથ લેવાય તેના અડધો કલાક પહેલાં જ હવે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પણ રાજીનામું આપી દીધું હતું.
નવું મંત્રીમંડળ બને એ પહેલાં ડૉ. હર્ષ વર્ધન, રમેશ પોખરિયાલ, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી, રતનલાલ કટારિયા, રાવ સાહેબ દાનવે પાટીલે રાજીનામાં આપી દીધાં છે. તો આવો, જાણીએ આ મંત્રીઓને કેમ રાજીનામાં આપવા પડ્યાં…
કેબિનેટ વિસ્તરણના સૌથી પહેલા થાવરચંદ ગેહલોતને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા છે. તેઓ સામાજિક ન્યાય અને ઓફિશિયલ મિનિસ્ટર હતા. એ સિવાય થાવરચંદ ગેહલોત પાસે રાજ્યસભામાં નેતા સદન અને બીજેપી પાર્લમેન્ટરી બોર્ડનું મહત્ત્વનું સભ્યપદ પણ હતું. તેમને હવે કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ડૉ. હર્ષવર્ધન- કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધને રાજીનામું આપી દીધું છે. કોરોનાની બીજી લહેર વિશે મોદી સરકાર સામે જે પ્રમાણે સવાલ ઊભા થયા હતા એનો જવાબ હવે હર્ષ વર્ધને રાજીનામું આપીને આપવું પડે છે. હર્ષ વર્ધન પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પણ હતું, એટલે કે તેમના રાજીનામાથી બે મોટાં મંત્રાલય ખાલી થઈ જશે.
બાબુલ સુપ્રિયો- પશ્ચિમ બંગાળના આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજીનામું આપી દીધું છે. તેઓ પર્યાવરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. માનવામાં આવે છે કે બાબુલ સુપ્રિયો પાર્ટીથી નારાજ હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બાબુલ સુપ્રીયો મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ ૫૦ હજાર મતથી હારી ગયા હતા.