કેન્દ્રીય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જર કોરોના પોઝીટીવ
નવી દિલ્હી, દેશમાં કોરોના વાઈરસના વધતા પ્રકોપ વચ્ચે કેન્દ્રીય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જર કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા છે. તેમણે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ, સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને ગંભીરતાથી લેતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેટલા પણ લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, માત્ર તે કોરોનાને ગંભીરતાથી લેતા પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. ગુર્જર પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી જળ શક્તિ ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈક, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૈલાશ ચૌધરી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.