કેન્દ્રીય મંત્રી બંગાળ આવી સાંપ્રદાયિક તોફાનોને વધુ ભડકાવી રહ્યાં છે : મમતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Mamata-banerjee-1024x683.jpg)
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદને સંભાળતા જ મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે જનતાનો નિર્ણય સ્વીકાર કરો અને અમને કોવિડ પ્રત્યે કામ કરવો દો. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને આ વાત કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી બંગાળ આવી સાંપ્રદાયિક તોફાનોને વધુ ભડકાવી રહ્યાં છે.
મમતાએ કહ્યું કે અમે પરસ્પર ઝઘડો ઇચ્છતા નથી તેમણે વધુમાં કહ્યું કે બુધવારે સવારે ૧૦.૪૫ પર મુખ્યમંત્રી પદના સોગંદ લીધા અને સાંજે સાત વાગ્યા સુધી કેન્દ્ર તરફથી એક પત્ર મળ્યો તેમાં લખેલુ હતું કે ગુરૂવવારે સવારે કેન્દ્રીય ટીમ બંગાળ પહોંચી રહી છે તેમણે કહ્યું કે શું કયારેય કેન્દ્રીય ટીમ ઓકસીજન અને વેકસીનની કમીની બાબતમાં માહિતી લેવા આવી
મમતા બેનર્જીએ કહ્યું કે અમે આશા કરીએ છીએ કે કેન્દ્રીય ટીમ હાથરસ સામૂહિક દુષ્કર્મના મામલા અને દિલ્હી ઉત્તરપ્રદેશમાં થયેલ હિંસાના મામલામાં પણ આટલી જ તેજી બતાવી હતી મમતા બેનર્જીએ ચુંટણી પરિણામ બબાદ હિંસામાં માર્યા ગયેલા ૧૬ લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
મમતાજીએ કહ્યું કે હું જાણુ છું કે આટલા પૈસાથી તેમના પોતાના પાછા ફરવાના નથી પરંતુ તેનાથી પરિવારને થોડી રાહત જરૂર મળશે મૃતકોમાં એક સંયુકત મોરચાથી અને બાકી ભાજપ અને ટીએમસીના સમર્થક હતો મમતા બેનર્જીીએ કેન્દ્ર સરકાર અને ભાજપથી અપીલ કરી છે કે સારા વિચારોને સંયુકત કરે તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ખુબ નકલી વીડિયોઝ સર્કુલેશનમાં છે.
મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપના તમામ મુખ્યમંત્રી મારી વિરૂધ્ધ બોલી રહ્યાં છે તેમણે કહ્યું કે આસામના ભાજપના નેતાઓનું કહેવુ છે કે બંગાળથી ત્રસ્ત થઇ લોકો આસામમાં આવે છે જાેકે આ વાત પર મમતા બેનર્જીનું કહેવુ છે કે જયારે આસામમાં કંઇ વિવાદ થાય છે તો ત્યાંના લોકો બંગાળ તરફ દોડે છે.તેમણે કહ્યું કે કુચબિહારીમાં ભાજપે સૌથી વધુ બેઠકો જીતી છે મમતા બેનર્જીએ કહ્યુું કે જયાં ભાજપ જીતી છે ત્યાં સૌથી વધુ હિંસા થઇ છે.