કેન્દ્રીય મંત્રી રુપાલા દ્વારા અમરેલીમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં 370 ની કલમ અંગે પ્રબુધ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવેલ જેમાં જિલ્લાભરમાંથી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને 370 ની કલમ વિશે માહિતગાર કરવામાં આવ્યુ હતું.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલી ખાતે પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનનું આયોજન કરવામાં આવેલ હોય જે હેતુ અન્વયે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં 370 અને ૩૫ એ અંગેની સમજૂતી કરવામાં આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તેમજ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને તાજેતરમાં જ કાશ્મીરમાંથી 370 કલમની હટાવી લેવા અંગેની સમજૂતી કેન્દ્રીયમંત્રી એ આપેલ હતી અને વધુમાં જણાવ્યું હતું કે
પરસોતમભાઇ રૂપાલા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતું કે, ત્યારે હાલ કાશ્મીરમાંથી 370 ની કલમ 35 એ રદ કરાયેલી બંન્ને કલમો વિશેની લોકોને સમજુત કરવામાં આવેલ છે ત્યારે હાલ ઘણા લોકોને પૂરી ખબર ન હોય ઘણા લોકોએ આ વિશેની માહિતી ન હોય આ પગલે સમર્થન આપ્યું તો ઘણા કંઈક જાણ્યા વિના જ તેમનો વિરોધ કરતા હતા તે અંગે લોકોની પૂરી જાણકારી મળી રહે તેવા હેતુ અન્વયે આ કાર્યક્રમ યોજવામાં આવેલ.
આ પ્રસંગે દિલીપભાઇ સંઘાણી નાશકો ચેરમેને જણાવ્યુ હતું કે, આ તકે સરદાર વલ્લભભાઈ પટેલ ડો.બાબાસાહેબ આંબેડકરને પણ વિશેષ યાદ કરેલ આ તકે આ કાર્યક્રમમા નાશકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઇ કાછડીયા અશ્વિનભાઈ સાવલિયા બાલુભાઈ તંતી ભાવનાબેન ગોંડલીયા જયંતિભાઈ પાનસુરીયા તેમજ ભાજપના આગેવાનોનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ હોવાનું મીડિયા ચેલના કન્વીનર શૈલેષભાઈ પરમારે જણાવેલ…