કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨નું પરિણામ જાહેર
નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ (ઝ્રમ્જીઈ ઝ્રઙ્મટ્ઠજજ ૧૨ંર ઇીજેઙ્મં) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે ૧૨માં ધોરણમાં ૯૯.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. (સીબીએસઇ)બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી ૯૯.૬૭ ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી ૯૯.૧૩ ટકા રહી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સીબીએસઈ બોર્ડની અધિકૃત
સીબીએસઈમાં આ વર્ષે ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. આ વખતે ૯૯.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સીબીએસઇ બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી ૯૯.૬૭ ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી ૯૯.૧૩ ટકા રહી. એટલે કે છોકરીઓની પાસ થવાની ટકાવારી ૦.૫૪ ટકા વધુ છે.
૬૫૧૮૪ થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું નથી. અત્રે જણાવવાનું કે અનેક શાળાઓ કાં તો ખોટો ડેટા આપે છે અથવા તો સમયપર ડેટા જમા કરાવતા નથી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું નથી. આ વિદ્યાર્થીઓનું પરિણામ ૫ ઓગસ્ટના રોજ જાહેર કરાશે. જ્યારે ૦.૪૭ ટકા વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. ૬૧૪૯ વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. જેનું આયોજન સપ્ટેમ્બરમાં થશે.
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનું આયોજન કરાયું નહતું. આથી સીબીએસઈ બોર્ડે પરિણામને અંતિમ સ્વરૂપ આપવા માટે એક વૈકલ્પિક મૂલ્યાંકન યોજના અપનાવી હતી.
સીબીએસઇ ધોરણ ૧૨નું પરિણામ ૩૦ઃ૩૦ઃ૪૦ ના ફોર્મ્યૂલના આધારે તૈયાર કરાયું છે. જેમાં ધોરણ ૧૦ના અને ધોરણ ૧૧ના માર્ક્સને ૩૦-૩૦ ટકા વેટેજ અને ધોરણ ૧૨ના ઈન્ટરનલ પરીક્ષાને ૪૦ ટકા વેટેજ અપાયું છે. વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ના ૫માંથી ૩ બેસ્ટ પેપર્સના માર્ક્સ લેવાયા છે. એ જ રીતે ધોરણ ૧૧ના પણ બેસ્ટ ૩ પેપર્સના માર્ક્સ લેવાયા છે. જ્યારે ધોરણ ૧૨માં વિદ્યાર્થીઓના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક્સ લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેઓને પરીક્ષા આપવાની તક અપાશે. જાે કે આ માટે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થાય તેની રાહ જાેવી પડશે.