કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુજરાત આવશે

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનિતી તૈયાર કરવા તેમજ પક્ષના સંગઠનના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરાયું
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને હવે વર્ષ બાકી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીની રણનિતી તૈયાર કરવા તેમજ પક્ષના સંગઠનના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરાયું છે.
આગામી તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ કેવડિયા કોલોની ટેન્ટસિટી ૨ ખાતે બેઠક યોજાશે. જેના ભાગરૂપે ટેન્ટસીટી ૨મા અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના નેતાઓએ ટેન્ટસિટીની મુલાકાત કરી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.HS