Western Times News

Gujarati News

કેન્દ્રીય સરકારી વિભાગોમાં લગભગ 7 લાખ જગ્યાઓ ખાલી

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમા ગત વર્ષ એક માર્ચ સુધીની સ્થિતિ અનુસાર લગભગ સાત લાખ પદ ખાલી છે. આ માહિતી રાજયસભામાં આપવામાં આવી હતી કાર્મિક રાજયમંત્રી જીતેન્દ્ર સિંહે લેખિત જવાબમાં આપેલા ડેટા અનુસાર કહેવામાં આવ્યું છે કે એક માર્ચ ૨૦૧૮ સુધી કુલ પદોમાં છ લાખ ૮૩ હજાર ૮૨૩ પદ ખાલી હતાં જેમાં પાંચ લાખ ૭૪ હજાર ૨૮૯ પદ ગ્રુપ સીમાં,૮૯ હજાર ૬૩૮ પદ ગ્રુપ બીમાં અને ૧૯ હજાર ૮૯૬ પદ ગ્રુપ એમાં ખાલી હતી.

તેમણે કહ્યું કે વિવિધ વિભાગોમાં ખાલી પદોના રિપોર્ટ અનુસાર સ્ટાફ સેલેકશન કમીશને વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન એક લાખ પાંચ હજાર ૩૩૮ પદોમાં ભરતીની પ્રક્રિયાને શરૂ કરવામાં આવી છે

જયારે વર્ષ ૨૦૧૭-૧૮ સેટ્રલાઇઝડ એમ્પ્લોયમેંટ નોટિફિકેશન (સીઇએન)માં ગ્રુપ સી અને સ્તર વનના વિવિધ પદો માટે એક લાખ ૨૭ હજાર ૫૭૩ સંયુકત ભરતીઓનું જાહેરનામુ રેલવે મંત્રાલય અને રેલવે ભરતી બોર્ડ દ્વારા નવા અને ભવિષ્યના ખાલી પદો માટે જારી કરવામાં આવી હતી.

જીતેન્દ્રસિંહે કહ્યું કે અન્ય પાંચ સીઇએનમાં વિવિધ ગ્રુપ સી અને સ્તર વનના પદોમાં એક લાખ ૫૬ હજાર ૧૩૮ પદો માટે ભરતી માટે ૨૦૧૮-૧૯માં જાહેરનામુ જારી કર્યું હતું ટપાલ વિભાગે પણ વિવિધ ગેડ્‌સ માટે એસએસસી દ્વારા લેવામાં આવતી ભરતી ઉપરાંત ૧૯ હજાર ૫૨૨ ભરતી માટે જાહેરનામુ જારી કર્યું અને પરીક્ષા આયોજિત કરાવવામાં આવી હતી.

આ ઉપરાંત એસએસસી આરઆરબી અને ટપાલ વિભાગમાં ચાર લાખ આઠ હજાર ૫૯૧ પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ભરતી પ્રક્રિયામાં લાગનારા સમયને ઓછો કરવા માટે સરકારી નોકરીઓ માટે ભરતી કરાવનારી એજન્સી કોમ્પ્યુટર આધારિત ઓનલાઇન ટેસ્ટ લેવા લાગી છે જયારે બિન રાજપત્રિત પદો માટે ઇટરવ્યુની પ્રક્રિયાને એક જાન્યુઆરી ૨૦૧૬થી ખતમ કરી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.