કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે હવે બે દવાને મંજૂરી આપી
નવીદિલ્હી,:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે હવે બે દવાને મંજૂરી આપી છે. આ બંને દવાઓમાં એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીર, ટોસીલીજુમૈબ દવાને મંજૂરી મળી છે. કોરોનોને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને લઇ નવો પ્રોટોકોલ જાહેર કર્યો છે. અગાઉ રેમડેસિવીર અને પ્લાઝમા થેરેપી બંને રોક લગાવી દીધી હતી. પરંતુ હવે સમીક્ષા રિપોર્ટ બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી છે. ગંભીર સ્થિતિમાં જ દર્દીને રેમડેસિવીર, ટોસીલીજુમૈબ દવાની સારવાર આપવામાં આવશે.
નવા રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોનાના દર્દીની શરૂઆતના સ્ટેજમાં એન્ટી મેલેરિયા ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વિનને આપવાની મંજૂરી આપી છે. ગંભીર કેસમાં તેને ન આપવાની સૂચના અપાઈ છે. ઈસીજી બાદ જ રોગીને આ દવા આપવામાં આવે તેવું જણાવાયું છે.
રેમડેસિવીર એક ન્યૂક્લીયોસાઈડ રાઈબોન્યૂક્લિક એસિડ પોલીમરેજ ઈનહિબીટર ઈન્જેક્શન છે. આફ્રિકાના દેશોમાં ઝડપથી ફેલાયેલી બીમારી ઈબોલાની સારવાર માટે તેને અમેરિકાની ફાર્મ્યૂસ્યૂટિકલ કંપની ગિલિયડ સાયન્સિસે બનાવી હતી.
પ્લાઝમા થેરાપીથી પણ અનેક રોગીઓની સારવાર શક્ય છે. કોઈ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ વ્યક્તિના શરીર એન્ટી બોડી જનરેટ કરે છે. એન્ટી બોડી પૂરતા હોવાથી શરીરમાં વાયરસ જાતે જ નષ્ટ થઈ જાય છે. એવામાં એક વ્યક્તિના લોહીથી પ્લાઝમામાં એન્ટીબોડીને અન્યના શરીરમાં નાંખીને તેની સારવાર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં દુનિયામાં કોરોનાના કારણે ૭૭ લાખથી પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી સવા ચાર લાખ લોકોના મોત થઈ ગયા છે. ભારતમાં પણ કોરોના પોઝિટિવનો આંક સવા ત્રણ લાખ સુધી પહોંચ્યો છે