કેન્દ્રે આધાર કાર્ડ પર જાહેર કરેલ નવી એડવાઇઝરી પરત લીધી
નવીદિલ્હી,આધાર કાર્ડ સાથે સંબંધિત નવી એડવાઇઝરીને લઇને ચોતરફથી થયેલા વિરોધ બાદ સરકારે તેને તાત્કાલિક અસરથી પરત લઇ લીધી છે. સાથે જ તેને એક સામાન્ય ગતિવિધિ ગણાવી છે.ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ)ની તાજેતરની એડવાઇઝરીને તાત્કાલિક અસરથી પરત લેવામાં આવે છે.
તેનું ખોટુ અર્થઘટન થવાની સંભાવનાને જાેતા સરકારે આ ર્નિણય કર્યો છે. યુઆઇડીએઆઇએ આધાર સંખ્યાને શેર કરવાની સામાન્ય પ્રક્રિયાઓ અંગે પરામર્શ આપવા માટે આ પ્રેસ રિલીઝ જારી કરી હતી. આ એક સામાન્ય ગતિવિધિ છે.આ સાથે સરકારે સામાન્ય લોકોને ફરીથી વિશ્વાસ અપાવ્યો કે આધારથી ઓળખની ઇકોસિસ્ટમ સુરિક્ષત છે.
કાર્ડધારકની ઓળખ અને પ્રાઇવસીની સુરક્ષા માટે તેમાં પૂરતા સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે. સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુઆઇડીએઆઇ તરફથી ૨૭ મેએ જારી એડવાઇઝરી આ સંદર્ભમાં જાહેર કરવામાં આવી હતી કે કોઇ ફોટોશોપ દ્વારા આધારકાર્ડનો દુરૂયપોગ ન કરી લે. યુઆઇડીએઆઇ તરફથી આધારકાર્ડ ધારકોને માત્ર સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના આધાર નંબરને શેર કરવામાં પોતાની સમજનો ઉપયોગ કરે.HS2KP