કેન્દ્ર કિસાનોથી વાતચીતના નામે ટાઇમપાસ કરે છેઃ શિવસેના
મુંબઇ, સંસદ દ્વારા પસાર કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોલન સતત ૧૨ દિવસથી જારી છે આ આંદોલનને વિરોધી પક્ષોએ ટેકો આપ્યો છે. એવામાં શિવસેનાએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરી છે પોતાના મુખપત્ર સામનામાં પાર્ટીએ કહ્યું કે સરકાર વાતચીતના નામ પર ફકત ટાઇમપાસ કરી રહી છે અને ટાઇમપાસનો ઉપયોગ આંદોલનમાં ફુટ પાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
પાર્ટીએ સામનમાં લખ્યું છે કે દિલ્હીમાં આંદોલનકારી કિસાન અને કેન્દ્ર સરકારની વચ્ચે પાંચ દૌરની ચર્ચા પરિણામ રહિત રહી કિસાનોને સરકારની સાથે ચર્ચામાં બિલકુલ રસ નજર આવી રહ્યો નથી સરકાર ફકત ટાઇમપાસ કરી રહી છે કિસાન આંદોલનકારીએ સ્પષ્ટ કહ્યું છે કે કૃષિ કાનુન રદ કરશો કે નહીં હા કે ના આટલું જ કહો સરકાર તેના પર મૌન છે કિસાન ૧૨ દિવસથી ઠંડીમાં બેસી રહ્યાં છે.
શિવસેનાએ કહ્યું કે ફકત કૃષિ મંત્રી કિસાનોથી વાત કરી રહ્યાં છે.સામનામાં લખ્યું છે કે સરકારે કિસાનો માટે ચ્હા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી તેને પણ નકારી કિસાનોએ પોતાની સખ્તાઇ યથાવત રાખી છે મૂળ રીતે કિસાનોને કહી કોણ કહી રહ્યું છે તો કૃષિ મંત્રી તેમના હાથમાં શું છે. તોમર કહે છે કે મોદી સરકાર સત્તામાં કિસાનોના હિતમાં કામ કરી રહી છે આ સરકારના કારણે કિસાનોનું ઉત્પાદન વઘ્યું છે પરંતુ તેમનું બોલવાનું નિષ્ફળ રહ્યું છે.HS