Western Times News

Gujarati News

કેન્દ્ર કોરોના વેક્સિન અને ઓક્સિજન પર વિશેષ ધ્યાન આપેઃમાયાવતી

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોરોના વાયરસના વધતા જતા કેસો અને વિકટ પરિસ્થિતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. માયાવતીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દેશના વિવિધ રાજ્યોમાં કોરોના રસી અને હોસ્પિટલોમાં સારવાર માટે ઓક્સિજનની કમીને ધ્યાનમાં રાખીને તેઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા પ્રાધાન્યતાના ધોરણે વિશેષ ધ્યાન આપે. ઉપરાંત, જાે જરૂરી હોય તો આયાત કરવાની સલાહ આપી છે.

બસપા સુપ્રીમો માયાવતીએ ત્રણ ટિ્‌વટ કર્યા હતા. તેમણે લખ્યું, ‘દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ -૧૯ વેક્સિન અને હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને તેમની સપ્લાયની ખાતરી કરવા માટે અગ્રતા ધોરણે વિશેષ ધ્યાન આપે અને જાે જરૂરી હોય તો આયાતની કરે.

આગળનાં ટિ્‌વટમાં માયાવતીએ લખ્યું કે, “દેશની જનતાને અપીલ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના રોગચાળાને રોકવા માટેનાં પગલા તરીકે જે પણ કડકતા અને સરકારી માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું સખત પાલન કરવું જેથી કોરોનાને ફાટી નીકળતો અટકાવી શકાય. લોકોએ પણ તેમની જવાબદારી નિભાવવી જાેઈએ. આ સિવાય હવે કોરોના વાયરસ યુવાનોને પણ પકડી રહ્યો છે, જે ખૂબ ચિંતાનો વિષય બની રહ્યો છે. તેથી, કોવિડ -૧૯ રસીકરણમાં વયમર્યાદાના સંબંધમાં, કેન્દ્ર સરકારે હવે વહેલી તકે પુનર્વિચાર કરવો જાેઇએ. બસપાની આ માંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.