કેન્દ્ર દિલ્હીમાં ચાર જૂના મંદિરો તોડી પાડશે: આપ નેતા આતિશી

(એજન્સી) નવીદિલ્હી,ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો કરતા આમ આદમી પાર્ટીએ સનસનીખેજ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારની દિલ્હીમાં ચાર મંદિરો તોડવાની યોજના છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર રાષ્ટ્રીય રાજધાનીમાં બુલડોઝરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે, અને દાવો કર્યો છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે દિલ્હીના સરોજિની નગર વિસ્તારમાં ચાર મંદિરોને તોડી પાડવાનું પગલું ભરશે.
દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આતિશીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે આ ચાર મંદિરોને તોડવાની નોટિસ મોકલી છે. આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં બુલડોઝરની રાજનીતિ કરી રહી છે. તેના નેતાઓ અને કાઉન્સિલરો લોકોને ધમકી આપી રહ્યા છે કે જાે તેઓ પૈસા નહીં ચૂકવે તો તેઓ તેમના ઘરો અને દુકાનો પર બુલડોઝર ચલાવશે.
આદમી પાર્ટીના નેતાએ કેન્દ્રીય મંત્રાલયની નોટિસોની નકલો પણ બતાવી, જેનો તેણીએ દાવો કર્યો હતો કે સત્તાવાળાઓ દ્વારા ત્રણ પ્રવેશદ્વાર પર પેસ્ટ કરવામાં આવી હતી. જેમાં સરોજિની નગર વિસ્તારમાં પ્રાચીન શિવ મંદિર, એચ બ્લોકમાં સાંઈ મંદિર અને જે બ્લોકમાં શનિ મંદિરનો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીએ તાજેતરમાં કહ્યું હતું કે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે દિલ્હીના શ્રીનિવાસપુરીમાં મંદિર પરિસરમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાના પગલાના ભાગરૂપે મંદિરના કબજેદારોને ખાલી કરાવવાની નોટિસ જારી કરી હતી. આ પગલાની નિંદા કરતા આતિશીની આગેવાની હેઠળના પક્ષના નેતાઓએ ૨૩ એપ્રિલના રોજ શ્રીનિવાસપુરીમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્રને તેને તોડી ન દેવાની પ્રતિજ્ઞા લીધી.