કેન્દ્ર ધ્વારા આયાતી ચીજવસ્તુઓની જકાત વધારવા વિચારણા
(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારના રેવન્યુ વિભાગ ધ્વારા કેટલીક ચીજવસ્તુઓની આયાત – જકાતમાં વધારો કરવા તખ્તો ગોઠવવામાં આવી રહયો છે. જેના પરિણામે લેપટોપ, કેમેરા અને ટેકસટાઈલની કેટલીક ચીજવસ્તુઓ મોંઘી બને તેવા એંધાણ વર્તાઈ રહયા છે. તાજેતરમાં કેન્દ્રીય વાણિજય અને ઔદ્યોગિક મંત્રાલયે આ મુદ્દા પર પ્રસ્તાવ રજૂ કર્યો હતો માત્ર ચીનની વસ્તુઓના સંદર્ભમાં ડ્યુટી વધારવાનો મામલો નથી પરંતુ તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાનો મુદ્દો છે
જેમાં ચીનથી આવતી લગભગ મોટાભાગની વસ્તુઓને આવરી લેવાઈ છે તો સ્ટીલની કેટલીક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરાઈ છે. વસ્તુઓની આયાત પર રોક લાગવવાના ભાગરૂપે કેન્દ્રીય વહીવટીતંત્ર તરફથી ચીનની પ૯ એપ્લિકેશન્સ પર રોક લગાવી દેવાઈ છે ચીનના સપ્લાયર્સ કોન્ટ્રાકટરોએ ભાગ લેવો હોય તો તેમને રજીસ્ટ્રેશન સિસ્ટમને અનુસરવા આદેશ હતો. કેન્દ્રનું આયોજન છે કે સ્થાનિક ફાર્મા કંપનીઓ અને મોબાઈલ ઉત્પાદકોને પ્રોત્સાહક લાભોનો પ્રસ્તાવ આપીને તેમને આગળ વધારવામાં આવે.