‘કેન્દ્ર સરકારે એવો કોઈ નિર્દેશ જારી કર્યો નથી જેમાં કોઈપણ હેતુ માટે વેક્સીનનું સર્ટીફીકેટ દર્શાવવાનું ફરજિયાત હોય’
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ડાબી બાજુની ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ની છે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વેક્સીનના દિશાનિર્દેશ અને દાખલ કરેલી એફિડેવિટ બાદ ગુજરાતમાં વેક્સિનેશન નું ફરજિયાતકરણ કરવા માટે વેક્સિન નહીં તો પ્રવેશ નહીં એવા ર્નિણયો સામે કાર્યવાહી કરી આવા ર્નિણયને ગેરબંધારણીય જાહેર કરવા જાેઈએ કારણકે વેક્સીન નહીતો પ્રવેશ નહિ નાગરિક સ્વાતંત્ર્ય વિરુદ્ધ છે!
કારણ કે વેક્સીન ના બે-બે ડોઝ લેનારા કોરોના થી સંક્રમિત થયા છે હોસ્પિટલમાં દાખલ થયા છે! અને વેક્સીન ના બે-બે ડોઝ લેનારાથી કોરોના પણ ફેલાઇ શકે છે તેથી વેક્સીન નહીં તો પ્રવેશ નહિ એ ગેરબંધારણીય છે! કારણ કે વેક્સીન નહીં તો પ્રવેશ નહીં જે ફરજિયાત વેક્સિનેશન નો નિર્દેશ કરે છે!
તો બીજી તરફ વેક્સીનનો એક પણ ડોઝ ના લઈ બીજી સુરક્ષિત દવા લઈ અનેક લોકો સુરક્ષિત છે!! ત્યારે પણ વ્યક્તિને વેક્સીનની આડઅસરથી જાન જતો અટકાવવા વેક્સિનેશન ફરજિયાત ન હોઈ શકે આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે બંધારણીય મૂલ્યાંકન કરવાની જરૂર છે
કારણ કે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટ માં એફીડેવીટ કરી જાહેર કર્યું છે કે વેક્સીન એ ફરજીયાત નથી! બીજી તસ્વીર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે તથા ઈનસેટ તસવીર અમદાવાદ શહેરના નવા નિયુક્ત થયેલા મ્યુ.કમિશનરશ્રી લોચન સહેરા ની છે તેમણે પણ વેક્સિનેશન નામે જાહેર કરેલા પરિપત્ર પાછા લેવા જાેઈએ! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
માનવ સન્માન, લોકશાહી, ન્યાય એ કાયદાના શાસન ના ત્રણ મહત્વના મૂલ્યો છે ઃ ચીફ જસ્ટીસ એન.વી.રમના
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ કહ્યું છે કે ‘‘સન્માન, લોકશાહી અને ન્યાય એ રુલ ઓફ લો ના ત્રણ મહત્વના મુદ્દા છે’’! જ્યારે સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી ચંદ્રચુડે કહ્યું છે કે ‘‘રાજ્ય જીવન કે સ્વાતંત્ર નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈપણ સભ્યદેશ એ વ્યક્તિના જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે’’!!
કોરોના વેક્સિનેશન એ વ્યક્તિની મરજી વિરુદ્ધ આપી શકાય નહીં કારણ કે ફરજિયાત વેક્સીન આપવા જતા જાે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે કોઈનો જીવન જીવવા નો અધિકાર છીનવી લીધો ગણાય માટે કેન્દ્ર સરકારે એફિડેવિટ કરી જાહેર કર્યું છે કે ‘ભારત સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશ તેમ જ આરોગ્ય મંત્રાલયના નિર્દેશ કે માર્ગદર્શન રેખામાં વ્યક્તિની મંજૂરી લીધા વગર તેને વેક્સીન આપી ન શકાય’
ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે વ્યક્તિ સ્વાતંત્ર ના સંદર્ભ માં સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓનું અવલોકન કરવું જરૂરી છે આ સંદર્ભમાં ગુજરાત સરકારના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વેક્સિનેશન ગાઈડલાઈન બંધારણ સાથે સુસંગત છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવાનો સમય આવ્યો છે!
કાયદાનું શાસન એ લોકશાહી માટે નો આધાર સ્તંભ છે ન્યાયતંત્રે બંધારણની રક્ષક છે તેથી કાયદાનો બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે – ચીફ જસ્ટીસ એન.વી.રમના
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ પ્રાસંગિક મંતવ્ય આપતાં કહ્યું હતું કે ‘‘સંપૂર્ણ રીતે સ્વતંત્ર ન્યાયતંત્ર સરકારના ર્નિણયો ચકાસવા જરૂરી છે’’!! આ ઉપરાંત ચીફ જસ્ટીસ શ્રી એ સુંદર રીતે કહ્યું હતું કે ‘‘કાયદાનું શાસન એ લોકશાહી માટે નો આધાર સ્તંભ છે ન્યાયતંત્રએ બંધારણની સંરક્ષક છે તેથી કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે’’!!
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમનાની ખંડપીઠે જ્યારે સામાજિક સંસ્થા ઇવારા ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીના સંદર્ભે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂ કરી એવો ખુલાસો કર્યો હતો કે ‘કેન્દ્ર સરકારે એવો કોઈ નિર્દેશ જારી કર્યો નથી
જેમાં કોઈપણ હેતુ માટે વેક્સીન નું સર્ટીફીકેટ દર્શાવવું ફરજિયાત હોય’! સરકારે નામદાર સુપ્રિમકોર્ટ સમક્ષ એવું પણ જાહેર કર્યું છે કે ‘ભારત સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશ કે માર્ગ રેખામાં વ્યક્તિનું મંજૂરી લીધા વગર વેક્સીન લેવા ની ફરજ પાડવાનું જણાયું નથી
ત્યારે દેશમાં કોઈપણ રાજ્ય સરકાર, કોર્પોરેશન વેક્સિનેશન ફરજ કઈ રીતે પાડી શકે? કે પરોક્ષ રીતે વેક્સિન વગરના ને પ્રવેશબંધી કઈ રીતે ફરમાવી શકે? જ્યારે બે ડોઝ લેનારા ક્યાંક વેક્સિનેશન ના ત્રણ ડોઝ લેનારા કોરોના સંક્રમિત થયા હોવાનું મનાય છે ત્યારે સમગ્ર બાબત ની પુનઃ સમિક્ષા જાહેરહિત માં જરૂરી છે
વેક્સિન ના બે- બે ડોઝ લેનારાઓ હોસ્પિટલમાં દાખલ થવું પડયું છે અને તેમાંથી તેમનાથી કોરોના સંક્રમણ ફેલાય છે, ત્યારે ‘વેક્સિન નહી તો પ્રવેશ નહીં’ એ બાબતનો પરીપત્ર ગેરબંધારણીય હોય હાઇકોર્ટ તેની સમીક્ષા કરશે?: અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વેક્સીન નહિ તો પ્રવેશ નહિ નો પોતાના પરિપત્રની પુનઃસમિક્ષા નવા નિયુક્ત મ્યુ કમિશ્નર લોચન સહેરા કરશે?