Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે કોરોના રસી માટે 35000 કરોડમાંથી 6000 કરોડ રૂપિયા ખર્ચયા

Files Photo

શું કેન્દ્ર સરકાર માટે પણ કોરોના વેક્સિન મોંઘી થશે?

નવી દિલ્હી, દેશમાં કોરોનાની રસી માટે ૨૧ જૂનથી નવી નીતિ લાગુ પડવા જઈ રહી છે અને આ કારણે કેન્દ્ર સરકાર અને રસી ઉત્પાદન કરતી કંપનીઓ વચ્ચે રસીની કિંમતને લઈને ભાવમાં વધારો કે ઘટાડો કરી શકે છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ૩૫ હજાર કરોડમાંથી ૬ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

એક રિપોર્ટ અનુસાર સરકાર હાલ ૧૮૦ થી ૧૯૦ કરોડ ડોઝ ખરીદી શકે છે. જેનાથી વેક્સિન લેવામાં બાકી રહેલ ૭૫ ટકા લોકોને રસી મળશે. પહેલા આ આંકડો લગભગ ૫૦ ટકા જેટલો જ હતો. પણ જાે સરકાર આટલા બધા ડોઝ ખરીદે તો સરકારને જે કિંમતમાં વેક્સિન મળી રહી છે, તે કરતાં લગભગ વધુ કે ઓછી કિંમતમાં વેક્સિન મળશે.

સૂત્રોનું કહેવું છે કે વેક્સિનની કિંમતમાં વધારો થશે, કારણકે રાજય સરકારે કેન્દ્ર સરકારને પહેલા વધુ કિંમત આપેલ છે. રાજ્યોએ ૩૦૦ રૂપિયામાં કોવિશિલ્ડ અને કોવેક્સિન ૪૦૦ રૂપિયામાં ખરીદી. જ્યારે કેન્દ્રે આ બંને વેક્સિન ૧૫૦ રૂપિયામાં જ ખરીદી હતી. સરકારને આશા છે કે આ ફાઇઝર રસીની ઉપલબ્ધતાથી સરકારી રસીકરણ કાર્યક્રમનો લોડ ઓછો થશે.

જે લોકો સક્ષમ છે તે ખાનગી હોસ્પિટલમાં જઈને રસી લગાવશે. કેન્દ્રીય અધિકારીએ કહ્યુ કે ભારતમાં રસીનું બિલ ૩૪ હજાર કરોડથી વધારે હોવું જાેઈએ. એક અનુમાન લઈએ તો હજું ૫૦ હજારો કરોડથી વધારે છે. ભારતને ૯૫ કરોડની વસ્તીને કવર કરવાની છે. એટલે કે વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૯૫ કરોડ ડોઝની જરુર પડી શકે છે.

ફાઈઝર અને મોર્ડનાની રસી મફત ઉપલબ્ધ ન કરાવવા પાછળ એક મોટું કારણે કોલ્ડ ચેન મેનેજમેન્ટ છે. બન્ને રસીને ૦ ડિગ્રી સેલ્સિયસની નીચે તાપમાન પર સ્ટોર કરવાનું રહે છે. એવું ફક્ત મોટા હોસ્પિટલોમાં શક્ય છે. એટલે કે જાે સરકાર આ રસી મફતમાં આપવા ઈચ્છે તો તેને મોટા પાયે દેશમાં કોલ્ડ ચેન પર રોકાણ કરવું પડશે. અધિકારીઓએ જણાવ્યુ કે આમ કરવાની જગ્યાએ લોકોના રસીકરણ માટે રસી પર ખર્ચ થવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.