Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનની ડોઝદીઠ કિંમત રૂ. ૨૫૦ નક્કી કરી

નવીદિલ્હી:સામાન્ય નાગરિકોને ૧ માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા ૪૫થી વધુ ઉંમરના બીમાર લોકોને આ વેક્સિન આપવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે.

કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે એની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. આખરે સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી દીધી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝ ૨૫૦ રૂપિયામાં મળશે. આ કિંમતમાં ૧૫૦ રૂપિયા કોરોના વેક્સિનના અને ૧૦૦ રૂપિયા એડમિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને ડૉ. આર.એસ. શર્મા દ્વારા આયોજિત બેઠકમાં દરેક રાજ્ય-કેન્દ્ર શાસિત રાજ્યોના સ્વાસ્થ્ય- સચિવ હાજર રહેશે. બેઠકમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન ત્રણ પ્રકારથી કરી શકાશે. કોવીન ૨.૦ અથવા આરોગ્ય સેતુ એપની મદદથી એડવાન્સ રજિસ્ટ્રેશન, વેક્સિનેશન સેન્ટર પર ઓન સાઈટ રજિસ્ટ્રેશન અંતર્ગત સરકાર આશાવર્કર્સ, પંચાયત સભ્યો અને મહિલા સ્વયં સહાયતા સમૂહો પર ર્નિભર રહેશે, જે ઓથોરિટીઝને બીજા તબક્કાના વેક્સિનેશન માટે લાયક સભ્યોની માહિતી પૂરી પાડશે.

ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન ૧૬ જાન્યુઆરીએ શરૂ થયું હતું. ૨૫ જાન્યુઆરી સુધી ૩૫,૭૮૫ સેશન્સમાં ૧૯ લાખ ૫૦ હજાર ૧૮૮ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. દરેક સેશનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોને વેક્સિન લગાડવાની યોજના હતી. આ દૃષ્ટિએ ૩૬ લાખ લોકોને વેક્સિન લગાવવાની હતી, પણ તેમાંથી માત્ર ૫૪.૫% લોકો જ વેક્સિન લગાવવા સામે આવ્યા છે, એટલે કે પ્રાયોરિટી ગ્રુપના જે લોકોને વેક્સિનેટ કરવામાં આવવાના હતા, જેમાંથી પ્રત્યેક ૧૦૦માંથી ૪૫.૫ લોકોએ વેક્સિન નથી લગાવી.

જાે ૨૫ જાન્યુઆરીની વાત કરો તો માત્ર ૪૭% લોકો જ વેક્સિન લગાવવા માટે પહોંચ્યા. કોવિશીલ્ડ વેક્સિનની બોટલની સાથે મુશ્કેલી એ છે કે એને ખુલ્લી ન રાખી શકાય. શીશી ખોલવામાં આવ્યા બાદ ચાર કલાકની અંદર એનો ઉપયોગ કરવો જરૂરી છે. એવામાં વધુ લોકો ન આવવાથી વેક્સિનના ડોઝ પણ ખરાબ થઈ રહ્યા છે, કેટલાંક રાજ્યોએ ન તો સ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિનની રીત અપનાવી છે કે જેથી વેક્સિનનું નુકસાન અટકાવી શકાય.ના, સરકારે વારંવાર કહ્યું છે કે વેક્સિન લગાવડાવી તમારી મરજી પર છે, પરંતુ નિષ્ણાત કહી રહ્યા છે કે જાે તમે પ્રાયોરિટી ગ્રુપમાં છો તો તમારે વેક્સિન લગાવડાવી જાેઈએ, જેના બે કારણો છે-

તમને કોરોનાવાયરસથી સંક્રમિત થવાનું જાેખમ અન્ય લોકોની તુલનામાં વધુ છે. આ જ કારણે તમને પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જાે તમે વેક્સિન લગાવડાવશો તો તમને કોરોના વિરુદ્ધ સુરક્ષા જ નહીં, પણ તમે તેને અન્ય લોકો સુધી જવાથી પણ અટકાવી શકશો.
તમારા કારણે તમારી અંગત વ્યક્તિઓને કોરોનાવાયરસનું ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં જાે તમે સુરક્ષિત રહો છો તો તમે નિશ્વિત રીતે તમારી અંગત વ્યક્તિઓને પણ સુરક્ષિત રાખી શકશો. જાે તમારા અંગત લોકોમાં કોઈ હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે તો તમારા માટે પણ વેક્સિન લગાવડાવી જરૂરી થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.