Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે મુંબઈ પાસેથી શીખવું જાેઈએ : સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે દિલ્હીના ઓક્સિજન સંકટની સમસ્યાનો ઉકેલ માટે મુંબઈ પાસેથી શીખવું જાેઈએ. મુંબઈ બીએમસીએ ઓક્સિજન વિતરણમાં ઘણું સારુ કામ કર્યું છે. જણાવ્યું કે આદેશનું પાલન કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ પર કાર્યવાહી થવી જાેઈએ.
જસ્ટિસ ચંદ્રચુડે રાજધાની દિલ્હીના ઓક્સિજન સંકટ પર સૂચન કર્યું કે વૈજ્ઞાનિક રીતે ઓક્સિજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવે. મુંબઈમાં બીએમસીએ કોરોના કાળમાં ઘણું સારુ કામ કર્યું છે.કેન્દ્ર સરકારે મુંબઈ પાસેથી શીખવું જાેઈએ.

જસ્ટિસ ચંદ્રચુડે કેન્દ્ર સરકારે જણાવ્યું કે અધિકારીઓને જેલમાં પૂરી દેવાથી કે તેમની સામે અવમાનની કાર્યવાહી કરવાથી ઓક્સિજન નહીં આવે. અમને કહો કે તમે ઓક્સિજનની અછત ઓછી કરવા શું કામ કર્યું છે. જસ્ટિસે પૂછ્યું કે આખરે તમે દિલ્હીની કેટલો ઓક્સિજન મોકલ્યો છે. આ એક રાષ્ટ્રીય આપદા છે અને એ વાતથી કોઈ ઈન્કાર ન કરી શકે કે સંખ્યાબંધ મોત ઓક્સિજનની અછતને કારણે થયા છે.

કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલે સુપ્રીમને જણાવ્યું કે આ મુકદમેબાજી યોગ્ય નથી. કેન્દ્ર અને દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને કોરોના દર્દીઓની સેવા માટે પૂરતો પ્રયાસ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજનની અછત કેસમાં દિલ્હી હાઈકોર્ટના આદેશની વિરૃદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.