કેન્દ્ર સરકારે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્રને આતંકવાદી જાહેર કર્યો

નવી દિલ્હી, કેન્દ્ર સરકારએ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને 26/11 ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને આતંકવાદી જાહેર કરી દીધો છે. ગૃહ મંત્રાલય તરફથી જારી એક રિપોર્ટથી આ જાણકારી સામે આવી છે.
રિપોર્ટ અનુસાર 46 વર્ષના હાફિઝ તલ્હા સઈદ ભારત અને અફઘાનિસ્તાનમાં ભારતીય હિતને નિશાન બનાવવા માટે લશ્કર-એ-તૈયબામાં ભરતી કરવા, ધન એકઠુ કરવા અને હુમલાનુ ષડયંત્ર રચવા અને તેમને અંજામ આપવાના કામમાં સક્રિય રૂપથી સામેલ છે.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે તે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વિભિન્ન ઠેકાણાની પણ નિયમિત રીતે મુલાકાત લેતો હતો અને ભારત, ઈઝરાયલ, અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં ભારતીય હિત વિરુદ્ધ જેહાદ છેડવાનુ આહ્વાન કરનાર નિવેદન આપે છે.
ગૃહ મંત્રાલય અનુસાર કેન્દ્ર સરકારનુ માનવુ છે કે હાફિઝ તલ્હા સઈદ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલો છે અને તેને ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવા જોઈએ. જેમાં કહેવામાં આવ્યુ છે કે પરિણામસ્વરૂપ તલ્હા સઈદને કડક અધિનિયમ હેઠળ એક આતંકવાદી તરીકે જાહેર કરાયો છે.
હાફિઝ તલ્હા સઈદ ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરનારા 32મો શખ્સ છે. તેનો જન્મ 25 ઓક્ટોબર 1975એ થયો હતો અને તે પાકિસ્તાનના લાહોરનો નિવાસી છે. હાફિઝ તલ્હા સઈદ લશ્કરનો એક સીનિયર કમાન્ડ છે અને આતંકવાદી સંગઠનના મૌલવી વિંગનો પ્રમુખ છે. ત્યાં તેમના પિતા હાફિઝ સઈદ 26 નવેમ્બર, 2008ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 166 લોકોના મોત નીપજ્યા હતા.