કેન્દ્ર સરકાર એમએસપી પર કાયદો બનાવે એવી શક્યતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/MSP-1024x576.jpg)
નવી દિલ્હી, ત્રણ કૃષિ કાયદાની વાપસી અને એમએસપીની માગને લઈને ખેડૂતોને સાધવા માટે સરકાર વિધાનસભા ચૂંટણી પહેલા એમએસપી પર કાયદો બનાવે તેવી શક્યતા છે. ભાજપના નેતાઓએ હાઈકમાન્ડને શેરડીના ભાવ વધારવા અને એમએસપી પર કાયદો બનાવવાનું પણ સૂચન કર્યું છે.
ખેડૂતોને વર્તમાન એમએસપીને ગેરંટી કાયદો બનાવવાને બદલે સી -૨ પ્લસ ૫૦ ની માંગણી કરવામાં આવી છે. યુપી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબના ખેડૂતો છેલ્લા દસ મહિનાથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા યુપી અને ઉત્તરાખંડ મહાપંચાયત યોજી રહ્યા છે. આરએસએસ સાથે જાેડાયેલા ભારતીય કિસાન સંઘે પણ એમએસપી પર ગેરંટી કાયદાની હિમાયત કરી છે.
દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એમએસપીને કાયદેસર બનાવવાના સંકેતો છે. પશ્ચિમ યુપીમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના વિરોધને કારણે પણ આ કામ યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા થઈ શકે છે. ખેડૂતની છબી ધરાવતા ભાજપના નેતાઓએ પણ શેરડીના દર વધારવા માટે હાઈકમાન્ડને સૂચન કર્યું છે.SSS