કેન્દ્ર સરકાર પગારની નવી વ્યાખ્યા લાગુ કરી શકે છે
એપ્રિલ ૨૦૨૧થી કુલ સેલેરીમાં બેઝિક સેલેરીનો ભાગ ૫૦ ટકા કે તેનાથી પણ વધુ રાખવો પડશે. -સરકારે ૨૯ કેન્દ્રીય લેબર કાયદાને ભેગા કરીને ૪ નવા કોડ બનાવ્યા, જેમાં વેજ-સોશિયલ સિક્યોરિટી કોડ સામેલ
નવી દિલ્હી, ગ્રેજ્યુટી અને લીવ એનકેશમેન્ટ જેવા બેનિફિટ્સ પ્લાન્સમાં પાછળની તારીખથી વધારા અને વધારાના પીએફ કોન્ટ્રીબ્યુશનથી કંપનીઓને પોતાની સેલેરી ઈન્ક્રીમેન્ટ બજેટની સમીક્ષા કરવી પડી શકે છે. જાે, સરકાર વેજની નવી વ્યાખ્યાને લાગુ કરે છે તો પીએફ કન્ટ્રીબ્યુશન વધી જશે.
પહેલા પીએફ માત્ર બેઝિક સેલેરી, ડીએ અને અન્ય સ્પેશિયલ ભથ્થાં પર કેલ્ક્યુલેટ કરવામાં આવતું હતું. નવા નિયમ અંતર્ગત તમામ ભથ્થાં કુલ સેલેરીના ૫૦ ટકાથી વધુ નહીં હોઈ શકે એટલે કે, એપ્રિલ ૨૦૨૧થી કુલ સેલેરીમાં બેઝિક સેલેરીનો ભાગ ૫૦ ટકા કે તેનાથી પણ વધુ રાખવો પડશે. આ નવો વેજ રૂલ આવ્યા બાદ સેલેરી સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર જાેવા મળશે.
સરકારે ૨૯ કેન્દ્રીય લેબર કાયદાને ભેગા કરીને ૪ નવા કોડ બનાવ્યા છે, જેમાં વેજ અને સોશિયલ સિક્યોરિટીના કોડ પણ સામેલ છે. નિશિથ દેસાઈ એસોસિએટ્સમાં હેડ (એચઆર લો) વિક્રમ શ્રોફે જણાવ્યું કે, લેબર કોડ્સમાં કેટલાક નવા કોન્સેપ્ટ લવાયા છે, પરંતુ સૌથી મોટો ફેરફાર એ છે કે, વેજની વ્યાખ્યાનો વિસ્તાર કરાયો છે.
તેમણે કહ્યું કે, આ વ્યાખ્યા ચારે લેબર કોડ્સમાં એક જ પ્રકારની છે. તેની વર્કર્સ અને એમ્પ્લોયર પર વ્યાપક અસર થશે. તેનાથી કર્મચારીના હાથમાં આવનારી સેલેરી પર ભારે અસર પડી શકે છે.
નવા કોડ્સમાં બેઝિક પે, રીટેનિંગ અને સ્પેશિયલ ભથ્થાંને વેજમાં સામેલ કરાયા છે. એચઆરએ, કન્વેન્સ, બોનસ, ઓવરટાઈમ અલાઉન્સ અને કમિશન્સને તેમાંથી બહાર રાખાયા છે.
નવા નિયમ અંતર્ગત તમામ ભથ્થાં કુલ સેલેરીના ૫૦ ટકાથી વધુ નહીં હોય. જાે તે ૫૦ ટકાથી વધુ હશે તો વધારાની રકમને વેજનો ભાગ માનવામાં આવશે.
ઉદાહરણ તરીકે પહેલા ગ્રેજ્યુટીની ગણતરી મૂળ વેતન એટલે કે બેઝિક સેલેરી મુજબ થતી હતી, પરંતુ હવે તે વેજ મુજબ મળશે. તેનાથી એમ્પ્લોયીનો પે વધી શકે છે અને એમ્પ્લોયરનો ખર્ચ વધી જશે.
ભારતમાં મોટાભાગ બધી ઈન્ડસ્ટ્રીઝમાં કમ્પેશેશન સ્ટ્રક્ચરમાં બેઝિક સેલેરી અને અલાઉન્સ સામેલ હોય છે. બેઝિક સેલેરી ગ્રોસના ૩૦થી ૫૦ ટકા હોય છે. એક્સપર્ટસનું કહેવું છે કે, કેટલીક કંપનીઓ બેઝિક પેને રિમ્યુનરેશનના ૫૦ ટકા કરવા ઈચ્છે છે, જેથી બાકીનો ભાગ ૫૦ ટકા સુધી જ મર્યાદિત રહે.
એઓન ઈન્ડિયાના સીઈઓ નિતિન સેઠીએ કહ્યું કે, જાે કોઈ કંપનીની બેઝિક સેલેરી કુલ કમ્પન્શેસનના ૨૦થી ૩૦ ટકા છે, તો તેનું વેજ બિલ ૬થી ૧૦ ટકા વધી જશે. જે કંપનીઓમાં બેઝિક સેલેરી ગ્રોસના ૪૦ ટકા છે, તેનું વેજ બિલ ૩થી ૪ ટકા વધશે.
એઓન ઈન્ડિયામાં પ્રેક્ટિસ લીટર વિશાલ ગ્રોવરે કહ્યું કે, જાે બેઝિક પે અને ગ્રોસનો રેશિયો ૩૦ ટકાની આસપાસ છે અને વેજ કોડ લાગુ થયા બાદ તેને વધારીને ૬૦ ટકા કરવામાં આવે છે તો કંપનીઓ પર બેવડો બોજાે પડી શકે છે.
સાથે જ ફિક્સ્ડ ટર્મવાળા કર્મચારીઓને ગ્રેજ્યુટી આપવી પડશે, પછી તેમણે ૫ વર્ષની નોકરી ભલે પૂરી ન કરી હોય. નવા કોડથી કર્મચરાી દર વર્ષના અંતમાં લીવ એનકેશમેન્ટની સુવિધા લઈ શકે છે. જીનિયસ કન્સલ્ટન્ટના સીએમડી આર પી યાદવે કહ્યું કે, ફિક્સ્ડ ટર્મવાળા કર્મચારીઓ પર ખર્ચ વધી જશે, કેમકે ગ્રેજ્યુટી ફરજિયાત થઈ જશે.
હાઈ સેલેરી અને મિડ સેલેરી ગ્રુપમાં ઓછો બોજાે પડશે. પરંતુ લોઅર સેલેરી રેન્જ ગ્રુપમાં કંપનીનો ખર્ચ ૨૫થી ૩૦ ટકા વધી જશે.. તેમણે કહ્યું કે, તેનાથી આ વર્ષે ઈન્ક્રીમેન્ટ પ્રભાવિત થઈ શકે છે.