કેન્યાનું નૈરોબી દુનિયાના સૌથી સુંદર સ્થળોમાંથી એક
નવી દિલ્હી: જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી વિશ્વમાં ટ્રાવેલ મામલે અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ લૉકડાઉન લાગેલું છે, પરંતુ ઘણા દેશોએ પ્રવાસીઓ માટે પ્રતિબંધો હટાવી દીધા છે. ત્યારે જાેઈએ કે કયાં દેશોમાં ભારતીય પર્યટકોને ફરવાની આઝાદી છે. કદાચ તમને વિશ્વાત્મા ફિલ્મનું દિવ્યા ભારતીનું પેલું ગીત યાદ હશે, સાત સમુંદર પાર મેં તેરી પીછે પીછે આ ગઈ આ ગીત અને મોટે ભાગે આ આખી ફિલ્મનું શૂટિંગ જે દેશમાં થયું હતું એ છે કેન્યા. એમાંય કેન્યાનું નૈરોબી શહેર દુનિયાના સૌથી સુંદર અને આહલાદક સ્થળોમાંથી એક છે. મોકે મળે તો એકવાર અહીં જરૂર જવું જાેઈએ. સુંદર દરિયો, ઝરણાં, ગ્રેન્ડ કેન્યન અને નિયાગ્રા ફોલ્સ આ બધું તમને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મળશે. લાઈફમાં એકવાર તો અમેરિકા જવાનું સપનું લગભગ દરેકનું હોય છે.
જાે તમે પણ અમેરિકા જવાનું વિચાર્યું છે તો હાલ તેની તૈયારી કરી શકો છો. જ્યાં તમારે કોરોના નેગેટિવ રિપોર્ટ લઈને જવું પડશે. યૂક્રેનમાં પણ તમને એવું વાતાવરણ અને એવા નજારા જાેવા મળશે કે, તમને એમ થશે કે અહીં જ રોકાઈ જઈએ. અહીં અનેક એવી જગ્યાઓ છે જ્યાં જઈને મને મનની શાંતિ મળશે. બુર્જ ખલીફાથી લઈને શાનદાર શોપિંગ મોલ સુધી, યૂએઈના દુબઈમાં તે બધુ જ છે. જ્યાં તમે રજાઓની પૂરેપૂરી મજા માણી શકો છો.
કોરોના મહામારી વધતાં અહીં આવતા અન્ય દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. જાે કે હવે તમારે રાહ જાેવાની જરૂર નથી. જાે તમે આ પરિસ્થિતિમાં દુબઈ જવાનું વિચારી રહ્યા છો તો તમારે ૭૨ કલાક પહેલાં કરાવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. સસ્તી શોપિંગ, પાર્ટી કરવા માટેની શાનદાર જગ્યા, સુંદર સંસ્કૃતિ અને બીચ જાે તમે આ તમામ વસ્તુઓનો એક સ્થળ પર અનુભવ કરવા માગો છો તો થાઈલેન્ડથી સારી જગ્યા એકપણ નથી. ઘણા સમયથી ચાલી રહેલા કોરોનાના કારણે કંટાળ્યા છો તો ફરવા માટે તમે થાઈલેન્ડ જઈ શકો છો.