કેન્સરગ્રસ્ત પત્નિને ત્રાસ આપવા બદલ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ, કેન્સરગ્રસ્ત પત્નીને ત્રાસ આપવા બદલ તેના પતિ અને સાસરિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વસ્ત્રાલમાં રહેતા ૨૯ વર્ષીય યુવતીને ચોથા સ્ટેજનું કેન્સર હોવા છતાં પતિ સહિત સાસરિયા શંકા રાખતા હતા અને તું કોઈની સાથે ભાગી જવાની છે અને અમારું મોં કાળું કરાવીશ તેવું કહીને મેણા મારતા હતા.
આ દરમિયાન પરિણીતાએ એક બાળકને જન્મ આપ્યો હતો, ત્યારે પતિએ કહ્યું કે આ બાળક મારું નથી, જેથી હું કોઈ હક આપીશ નથી અને મને છૂટાછેડા આપી દે. તેમ કહીને ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વસ્ત્રાલમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીના ૨૦૧૭માં લગ્ન થયા હતા ત્યારબાદ તે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. જાે કે, સાસરિયા સહિત પતિએ ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ નાની નાની વાતે પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પરિણીતા ચોથા સ્ટેજનું કેન્સર હોવાથી સારવાર માટે જતી ત્યારે પતિ તેનો પીછો કરીને દેખરેખ પર રાખતો હતો. જ્યારે તે પરત ઘરે આવતી ત્યારે તું કોઈની સાથે ભાગી જવાની છે અને અમારું મોં કાળું કરાવીશ તેમ કહીને ત્રાસ આપતા હતા. આ દરમિયાન પરિણીતા ગર્ભવતી બની
ત્યારે પણ પતિ સહિત સાસરિયા ખુશ નહોતા અને તેના પિતાને ફોન કરીને તમારી દીકરી કુસંસ્કારી છે, અમારે નથી જાેઈતી, તેને લઈ જાવ નહીં તો અમે તેને કાઢી મૂકીશું તેવી ધમકી આપી હતી. જેથી પિતા આવીને પરિણીતાને પિયરે લઈ ગયા હતા.