Western Times News

Gujarati News

કેન્સરની સારવાર સુરક્ષિત, સરળ અને મામુલી ખર્ચે થશે

મહેસાણાના નવયુવાન વૈજ્ઞાનિકનું નવું સંશોધન

હાઈડ્રોજેલ સોલ્યુશન નામની સારવાર ક્ષેત્રે સંશોધન કર્યું

મહેસાણા,ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવા નવયુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં છે અને નવયુવાનોને તક મળે તો વિશ્વને હંફાવી શકે એવી સફળ કામગીરી પણ કરી બતાવે એવું યુવાધન ભારત પાસે છે. એવા જ નવયુવાન વૈજ્ઞાનિક મહેસાણામાં રહે છે અને ગાંધીનગર આઈઆઈટીમાં અભ્યાસની સાથે સંશોધન કરી રહ્યા છે. મહેસાણાના આ નવયુવાને વિજ્ઞાન ક્ષેત્રે ક્રાંતિ આવી શકે એવું સંશોધન પોતાની ટીમ સાથે મળીને કર્યું છે. નવયુવાન વૈજ્ઞાનિક હર્ષિલ દવે કે જેણે કેન્સરની સારવાર ક્રાંતિ આવે એવું વિશ્વ કક્ષાનું સંશોધન કર્યું છે.

ગાંધીનગર આઈઆઈટીમાં હાલમાં પીએચડીમાં અભ્યાસ કરતા હર્ષિલ દવેએ કેન્સરની સારવાર માટે હાઈડ્રોજેલ સોલ્યુશન નામની નવી મેડિકલ ક્ષેત્રે નવીન ટેકનોલોજીનું સંશોધન કર્યું છે. હર્ષિલ દવે બાયો મેડિકલ એન્જીનીયર છે અને વિજ્ઞાન ક્ષેત્રે પીએચડીનો અભ્યાસ ગાંધીનગર આઈઆઈટીમાં કરે છે. બે વાર ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા હર્ષિલ દવે સાથે હિતાશા વિઠલાણી અને પ્રોફેસર મુકેશ ઢાંક કેન્સરની સારવાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રે સંશોધન કરવા સરકાર દ્વારા રૂપિયા એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

પરંતુ હર્ષિલ દવેની ટીમે હાલમાં ફક્ત રૂપિયા ૫ લાખની મામુલી રકમથી કેન્સરની સારવાર માટે ક્રાંતિ સર્જે એવું સંશોધન કરવામાં સફળતા મેળવી છે. મોઢાથી લઇ આંતરડા સુધીના તમામ કેન્સરમાં એકદમ સરળતા અને મામુલી ખર્ચે અને એ પણ મેડ ઇન ઈન્ડિયાની ટેકનોલોજીથી કેન્સરના દર્દીને સારવાર પ્રાપ્ત થાય એવું સફળ સંશોધન કર્યું છે.હર્ષિલ દવે અને તેની ટીમ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની સારવાર માટે સંશોધન કરી રહી હતી અને તેમણે હાલમાં નાના-મોટા તમામ પશુઓ ઉપર કેન્સર પરીક્ષણમાં સફળતા મળી છે. હાલમાં કેન્સરની સારવારમાં હાઈડ્રોજેલ સોલ્યુશનની સારવાર માટે ભારત વિદેશની મેડીકલ ટેકનોલોજી ઉપર નિર્ભર હોય છે, જે ખુબ જ મોંઘી છે.

નવી વિકસાવેલી અને પશુઓ ઉપર સફળ પરીક્ષણ થયેલી છે. હર્ષિલ દવેની કેન્સરની સારવાર સાવ મામુલી અને સુરક્ષિત છે. હાલની કેન્સરની સારવારમાં એન્ડોસ્કોપીથી નિદાન બાદ સારવાર આપવામાં આવે છે. પરંતુ આ સંશોધનમાં એન્ડોસ્કોપી સાથે જ અંદરના ભાગે સારવાર આપી શકાય છે.
તેમજ કેન્સરની સારવારમાં નવા સંશોધનમાં જોવા મળ્યું કે, આ સારવાર દરમ્યાન અંદરના ભાગે કોઈ રક્તસ્ત્રાવ થતો નથી અને કીમો થેરાપી લેવાની પણ જરૂર પડતી નથી.આવો દાવો કેન્સરની સારવારમાં સંશોધન કરનાર હર્ષિલ દવેએ કર્યો છે. આમ, કેન્સરની સારવાર માટે હાલમાં વિદેશી ઉપર નિર્ભર ભારત આવનાર સમયમાં મેડ ઈન ઇન્ડિયાની નવી ટેકનોલોજી અને સારવારનો ઉપયોગ કરતું થશે અને સમગ્ર વિશ્વને કેન્સર ક્ષેત્રે નવી ઉપલÂબ્ધની સાથે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.