કેન્સર અને કિડની હોસ્પીટલમાં કોવિડ સેવા ફરી શરૂ કરાશે
સિવિલ કોરોના દર્દીથી અડધી ભરાઈ કેસ વધશે તો પણ બેડ નહીં વધારાય
(એજન્સી) અમદાવાદ, કોરોનાના કેસોમાં ફરી એકવાર અચાનક જ ઉછાળો આવ્યો છે. અમદાવાદની ૧ર૦૦ બેડ સિવિલ હોસ્પીટલમાં મંગળવારની સ્થિતિએ કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૮ર ઉપર પહોંચી ગઈ હતી. સિવિલની આ કોવિડ હોસ્પીટલમાં કુલ બેડની ક્ષમતા ૯ર૦ છે. એટલે કે અડધોઅડધ કરતાં વધુ હોસ્પીટલ ભરાઈ ગઈ છે.
હવે જાે કેસો વધેે તો તે સ્થિતિમાં સિવિલમાં બેડ વધારવામાં આવશે નહી. તેની જગ્યાએ સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પીટલમાં કોવિડ હોસ્પીટલ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. સિવિલ હોસ્પીટલના સુત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે ૪૮ર કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે.
જેમાંથી ૧ર વેન્ટીલેટર પર છે તો ૮ર જેટલા દર્દી બાયપંપ ઉપર છે. ૧૯૩ દર્દીઓ ઓક્સિજનના સહારે છે. સિવિલ તંત્રનો દાવો છે કે કોવિડના વધુ પડતા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન આપવા પડી રહ્યા છે.હવે જાે કેસ વધશે તો સિવિલ કેમ્પસની કિડની હોસ્પીટલ અને કેન્સર હોસ્પીટલને પણ કોવિડ હોસ્પીટલ તરીકે તબદીલ કરવામાં આવશે. ૧ર૦૦ બેડ હોસ્પીટલમાં હવે બેડની સંખ્યા વધારવામાં નહીં આવે.