Western Times News

Gujarati News

કેન્સર સામે જંગ જીતનારા સંજુને પત્નીએ રામ ગણાવ્યા

મુંબઈ: દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય. ખરાબ પર સારાની જીત. છેલ્લા થોડા દિવસોમાં સૌથી કપરી પરિસ્થિતિમાં કોઈ હોય તો એ હતો દત્ત પરિવાર. જો કે, સંજય દત્ત અને તેમનો પરિવાર આ મુશ્કેલીઓમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા છે. સંજય દત્તને કેન્સરનું નિદાન થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

પરંતુ સંજય દત્તે કેન્સરને હરાવ્યું છે અને પરિવારને સ્વાસ્થ્યને ભેટ આપી છે. આ મુશ્કેલ સમયમાં સંજય દત્તની પત્ની માન્યતા તેમની હિંમત બનીને ઊભી હતી. દશેરાએ માન્યતાએ પતિ માટે ખાસ પોસ્ટ મૂકી છે. માન્યતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સંજય દત્તનો પૂજા કરતો વિડીયો મૂક્યો છે.

હકારાત્મક વિચારસરણી, હિંમત અને સ્થિતિસ્થાપકતાથી ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ વિજયી થઈ શકાય છે.
વિડીયોમાં સંજય દત્ત ભગવાનની આરતી ઉતારતા જોવા મળે છે. માન્યતાએ વિડીયો શેર કરતાં લખ્યું, “આ દશેરા એવા વ્યક્તિને સમર્પિત કરું છું જે માત્રા મારા માટે નહીં ઘણાં લોકો માટે પ્રેરણા બન્યા છે. જીવને તેમની સામે અનેક પડકારો મૂક્યા પરંતુ તેમણે દરેક વખતે ધીરજ અને પ્રેમથી સામનો કર્યો.

જ્યારે અમને લાગ્યું કે હવે અમે શાંતિથી જીવી શકીશું ત્યારે ફરી એક કઠિન સ્થિતિ આવી ગઈ. આજે તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, હકારાત્મક વિચારસરણી, હિંમત અને સ્થિતિસ્થાપકતાથી ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ વિજયી થઈ શકાય છે. તારા જેવું બીજું કોઈ નથી સંજુ.

જ્યારે સ્થિતિ મુશ્કેલ થાય ત્યારે તેમાં જીવવાનો માર્ગ આપોઆપ જ મળી જાય છે.
તેં મને શીખવ્યું છે કે જ્યારે સ્થિતિ મુશ્કેલ થાય ત્યારે તેમાં જીવવાનો માર્ગ આપોઆપ જ મળી જાય છે. તું મારી તાકાત છે, મારું ગર્વ છે, મારો રામ છે. વિજયાદશમી ભવ. સૌને શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી કામના. મહત્વનું છે કે, લગભગ બે મહિના પહેલા સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન થયું હતું. સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાના અહેવાલો હતા.

સંજય દત્ત નવેમ્બર મહિનામાં કેજીએફ ૨નું શૂટિંગ કરશે
જો કે, હાલમાં જ ટિ્‌વન્સ બાળકોના બર્થ ડે પર સંજય દત્તે કેન્સર મુક્ત થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે પોસ્ટ મૂકીને સારવાર કરનારા તબીબો અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનારા સૌનો આભાર માન્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો સંજય દત્ત નવેમ્બર મહિનામાં કેજીએફ ૨નું શૂટિંગ કરશે. સાઉથ સ્ટાર યશ સ્ટારર ફિલ્મમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં છે. આ ઉપરાંત સંજય દત્ત પાસે પૃથ્વીરાજ, શમશેરા, ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા જેવી ફિલ્મો પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.