નદીઓના જાેડાણથી ધારણા કરતા માઠા પરિણામની ચેતવણી
નવી દિલ્હી, બુંદેલખંડ વિસ્તારમાં કેન અને બેટવા નદીના જાેડાણ માટે સરકારે કામગીરી શરૂ કરી છે. આ કામગીરી સમયે જ વિવિધ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નદીઓના જાેડાણના કારણે ધારણા કરતા ઘણા મોટા અને માઠા પરિણામ આવી શકે છે.
નદીઓના જાેડાણના લીધે ચોમાસા ઉપર, જૈવવિવિધતા અને સામાજિક અને આર્થિક પરિબળો ઉપર ભારે ખરાબ પરિણામ આવી શકે એવું નિષ્ણાતોનું કહેવું છે. રાષ્ટ્રીય નદી જાેડાણ યોજના હેઠળ પ્રથમ પ્રોજેક્ટ તરીકે બુંદેલખંડની કેન અને બેટવા નદીઓને જાેડવાનું આયોજન છે.
આ યોજના હેઠળ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની ૧૧ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવી સરકારની ધારણા છે. જે નદીમાં વધારે પાણી હોય કે પુર હોય તેનું પાણી જ્યાં અછત હોય એવી નદીમાં ત્બ્લીક કરવાની સરકારની આ યોજના છે.
યુમના જીયે અભિયાનના સંયોજક મનોજ મિશ્રા જણાવે છે કે આ રીતે નદીઓના જાેડાણથી જે જાેખમો ઉભા થવાના છે તેની અત્યારે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. “કેન અને બેટવા નદીના ઉદગમસ્થાન અલગ અલગ છે. કેન નદીમાં એક ખાસ પ્રકારની માછલી મળે છે જેનો ઔષધમાં ઉપયોગ થાય છે અને તે અહી જ મળે છે. જાે બેટવામાં કેનનું પાણી તબદીલ કરવામાં આવે તો આ માછલી કઈ રીતે જીવશે.
આવી જ રીતે અન્ય જીવો સામે પણ જાેખમ થઇ શકે છે. આવી જ રીતે ચોમાસા ઉપર પણ તેની અસર પડી શકે છે. જયારે નદીનું પાણી દરિયા સાથે ભળે ત્યારે બધો કાંપ દરિયામાં ઠલવાય છે. આ કાંપ હવે દરિયામાં જતો અટકી જશે તો શું થાય તેની અત્યારે કલ્પના મુશ્કેલ છે પણ તેનાથી ચોમાસાને ચોક્કસ અસર પડી શકે, એમ મિશ્રાએ જણાવ્યું હતું.
નદીના કાંપની અંદરના પદાર્થો ચોમાસા માટે જરૂરી છે.
નદીઓના જાેડાણથી તેની સામે ખતરો ઉભો થઇ શકે છે, એમ સાઉથ એશિયન નેટવર્ક ઓન ડેમના સંયોજક હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું. બે નદીઓના જાેડાણથી નદીના કાંપ અને તેના પદાર્થ દરિયામાં જતા અટકી જશે અને દરિયામાં મીઠું જલ જતું અટકી જશે. ગંગા નદીનો પટ પણ આવી જ રીતે અસરગ્રસ્ત થયો છે.
જાે ચોમાસાને અસર થાય એવા પદાર્થને અસર થશે તો ચોમાસા ઉપર પણ તેની અસર જાેવા મળી શકે, એમ ઠક્કર ઉમેરે છે. જૈવવિવધતા ઉપર પણ મોટી અસર જાેવા મળી શકે એવી ચિંતા વ્યક્ત કરતા ઠક્કરે ઉમેર્યું હતું કે કેન બેટવા નદીના જાેડાણ માટે ૨૩ લાખ જેટલા મોટા વૃક્ષ કાપવા પડશે. નદીઓના જાેડાણ માટે વ્યાપક રીતે પર્યાવરણ ઉપર આવા પ્રોજેક્ટની અસર અંગે રીસર્ચ થવું જાેઈએ જે કેન બેટવા નદી માટે થયું નથી.SS3KP