કેપ્ટન અમરિંદરના પરિવારના તમામ સભ્યોને આવકવેરાની નોટીસ
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ અને તેમના પરિવારને આવકવેરા વિભાગે નોટીસ મોકલી છે. રાજય સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ કાનુનોને બેઅસર કરવા માટે સુધારા બિલ પાસ કરાવ્યા બાદ એનફોર્સમેંટ ડાયરેકટોરેટ ઇડી અને ઇનકમ ટેકસ વિભાગ તરફથી કેપ્ટન અને તેમના પરિવારને જારી નોટીસની ટાઇમિગ પર સવાલ ઉઠાવ્યા છે.
એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના પુત્ર રણઇજરને ઇડીની નોટિસ ઉપરાંત તેમને અને તેમની પત્ની પરનીત કૌરને આવકવેરા વિભાગથી નોટીસ પ્રાપ્ત થઇ છે.
તેમણે ખુલાસો કર્યો કે ત્યાં સુધી કે તેમની બે પોત્રી જેમાંથી એક લોકની છાત્ર છે અને બીજી પોતાની સગાઇની તૈયારી કરી રહી છે આ સાથે જેમના સગીર પોત્રને પણ છોડવામાં આવ્યા નથી અને તેમને પણ નોટીસ મોકલવામાં આવી છે. કેપ્ટને કહ્યું કે મને ખબર નથી કે તેના પર શું કહેવાનું છે સિવાય કે આ નોટિસનો સમય શંકાસ્પદ છે કારણ કે તેમની સરકાર તરફથી વિધાનસભામાં ખેતી સુધારા બિલ પાસ કરાવવાના પ્રયાસો બાદ કેન્દ્રીય એજન્સીએ આ નોટીસ જારી કરી છે.
મુખ્યમંત્રીએ પ્રદર્શનાકરી કિસાનોની વિરૂધ્ધ શહેરી નકસલવાદી અને તેમની સરકાર પર કિસાનોના પ્રદર્શન માટે ઉશ્કેરવાનો આરોપ પણ ફગાવી દીધી તેમણે કિસાન પ્રદર્શનોને કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની પ્રતિક્રિયા બતાવતા કહ્યું કે કેન્દ્રે કિસાનોની રોજી રોટી પર લાત મારી છે તેમણે કહ્યું કે આ સમસ્યાઓ કેન્દ્ર સરકારે ઉભા કરી છે જયારે પંજાબ ફકત શાંતિ ઇચ્છે છે જેથી અમારા કિસાનો અને ઉદ્યોગ સહિત તમામ પંજાબી વધુ આનંદીત રહે.
તેમણે કહ્યું કે કિસાનોને આઝાદ કરવાની જગ્યાએ ભાજપ સરકાર કિસાનોને કોર્પોરેટ ઘરાનાની ચુંગલમાં ફસાઇ રહી છે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ ફકત પંજાબના કિસાનોની સાથે જ નહીં પરંતુ હરિયાણા હિમાચલ ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજયોના કિસાનોની સાથે પણ ઘોર અન્યાય છે.આમ આદમી પાર્ટીની ટીકા કરતા તેમણે કહ્યું કે તે બેવડી નીતી રમી રહી છે. તે કિસાનોની વાત કરે છે તો બીજી તરફ કોઇ સમર્થન આપતી નથી.HS