કેબિનેટ બેઠકમાં ૧૦ સરકારી બેંકોના મર્જરને મંજૂરી આપવામાં આવી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૧૦ મોટી સરકારી બેંકોના મર્જરને મંજૂરી મળી ગઈ હતી. ઝ્રદ્ગમ્ઝ્ર આવાજને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ અંગેની જાહેરાત પ્રેસ કાન્ફરન્સ કરીને કરવામાં આવશે. નાણા મંત્રાલય તરફથી ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સરકારે બેંકોના મર્જરની જાહેરાત કરી હતી. આ અંગે સરકાર હવે આ જ મહિને જાહેરનામું બહાર પાડી શકે છે. આ મર્જર બાદ દેશમાં ચાર મોટી બેંક બની જશે. નવી બેંક પહેલી એપ્રિલથી અસ્તિત્વમાં આવી શકે છે.
રિપોટ્ર્સ પ્રમાણે મર્જરથી બેંકનું નામ બદલાઈ શકે છે. જોકે, સરકાર તરફથી હજી સુધી કોઇ નિવેદન આવ્યું નથી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકોના મર્જરની જાહેરાત વખતે કહ્યું હતું કે આ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા ૧૨ રહેશે. વર્ષ ૨૦૧૭માં દેશમાં સરકારી બેંકોની સંખ્યા ૨૭ હતી. આ પહેલા દેના બેંક અને વિજયા બેંકનું બેંક આૅફ બરોડોમાં મર્જર થયું હતું.
પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક આૅફ કામર્સનું મર્જર થશે. જે બાદમાં બનનારી નવી બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બનશે. નવી બેંક પાસે આશરે ૧૭ લાખ કરોડનો બિઝનેસ હશે.કેનરા બેંક સાથે સિન્ડિકેટ બેંકનું પણ મર્જર થશે. મર્જર બાદ બનનારી બેંક દેશની ચોથી સૌથી મોટી સરકારી બેંક બની જશે. આ બેંક પાસે ૧૫.૨૦ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે. યૂનિયન બેંકનું આંધ્રા બેંક અને કાર્પોરેશન બેંક સાથે મર્જર થશે. મર્જર પછી બનનારી આ બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. આ બેંક પાસે ૧૪.૫૯ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.ઇન્ડિયન બેંક અને અલાહાબાદ બેંકના મર્જર પછી બનનારી બેંક દેશની સાતમાં સૌથી મોટી સરકારી બેંક બનશે. આ બેંક પાસે ૮.૦૮ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.
આ નિર્ણયથી બેંકોના મર્જર પછી ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. જે ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અથવા આઇએફએસઇ કોડ મળશે તેમણે પોતાની વિગતો ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ,નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે. જીંઁ અને ઈસ્ૈં માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફાર્મ ભરવું પડશે. આ ઉપરાંત નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ ઈશ્યૂ થઈ શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં થાય. જે વ્યાજદર પર વ્હીકલ, હોમ કે પર્સનલ લોન લીધી હશે તેમાં કોઈફેરફાર નહીં થાય. બેંકોની અમુક શાખા બંધ થઈ શકે છે. અમુક ગ્રાહકોએ નવી બ્રાંચમાં જવું પડે છે.