કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે નડિયાદ જિલ્લા જેલની મુલાકાત લીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Nadiad_Jail.jpg)
કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ એ નડિયાદ ખાતે જિલ્લા જેલ ની મુલાકાત લીધી હતી. તેવો એ જેલ મા કેદિઓ ની મુલાકાત લઇ ને કેદિઓ ને રહેવાની, જમવાની, આરોગ્યની, વાંચનની સગવડતા અંગે ની જાણકારી મેળવી ને જાત તાપસ કરી હતી.
મંત્રી દ્વારા ભાઈઓ અને બહેનોની અલગ વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા જેલ પ્રશાસન ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.