કેબીનેટની બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાશે
અમદાવાદ: ગુજરાત સરકારની કેબીનેટની મહત્ત્વની બેઠક આજે સવારે યોજાઈ છે તેમાં કોરોના તથા વરસાદની સ્થિતિ, ખેતીની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરીને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ખાસ કરીને ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો લઈને રાજ્ય સરકાર ચિંતિત થઈ છે.
અનલોક પછી કોરોના પોેઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદની સાથે સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. આ બંને શહેરોને બાદ કરતા અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ફેલાઈ રહ્યો છે. તેને જાેતા રાજ્ય સરકાર કેબીનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશે તે નક્કી મનાય છે. અલબત્ત માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન લઈને રાજ્ય સરકાર નિયમોને વધુ અસરકારક બનાવવા કેટલાંક કડક પગલાં લેશે તેવી શક્યતાઓ છે.
તો સુરત, અમદાવાદ જેવા શહેરોમાં કે જ્યાં કોરોના બેકાબૂ છે તેને લઈને વિશેષ તકેદારી લેવાશે. અમદાવાદ શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યાં છે. પરંતુ દિવસે-દિવસે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધી રહ્યા છે તેની પણ ચર્ચા-વિચારણા હાથ ધરાશે, વળી જ્યાં કોરોનાના કેસો વધારે આવશે ત્યાં માઈક્રો કન્ટેન્ટમેન ઝોન જાહેર કરી દેવાશે. મતલબ એકે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધારી દેવાશે પરિણામે કોરોના સંક્રમણ અટકી શકે. બીજીતરફ કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનશે તેમ જણાશે તો આંશિક લોકડાઉન કરવું કે નહિં ??
તે પણ બેઠકમાં ચર્ચાનો મુદ્દો રહી શકે છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને તાજેતરમાં ધારાસભ્યો સાથે સરકારે વાતચીત કરી હતી.
ત્યારે આજની કેબીનેટની બેઠકમાં કોરોનાને લઈને કેટલાંક અગત્યના પરંતુ કડક નિયમોવાળા નિર્ણય લેવામાં આવશે. કોરોનાની સાથે વરસાદ ખેતી તથા આવનારી પેટાચૂંટણીના મુદ્દાઓને પણ આવરી લેવાશે તેમ માનવામાં આવી રહ્યું છે.