કેમિકલમાં ૪૪ કરોડના બોગસ બિલીંગકાંડનું પગેરૂ અમદાવાદ-ડીસામાં નીકળ્યુ
ખોટા દસ્તાવેજાેથી ડીસા-અમદાવાદમાં ત્રણ કંપની ખોલી-૬.૪૧ કરોડની આઈટીસી મેળનાર મુખ્ય સુત્રધાર જગદીશ દાંતણિયાની ધરપકડ
(એજન્સી) અમદાવાદ, સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ વિભાગે, કેમિકલ, કોમોડીટીઝમાં ૪૪ કરોડના બોગસ બિલીંગ મારફતે ૬ કરોડ, ૪૧ લાખની ખોટી રીતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તબદીલ કરવાના કૌભાડનો પર્દાફાશ કરીને તે બદલ જવાબદાર શાહપુર અમદાવાદના જગદીશ એસ.દાંતણિયાની ધરપકડ કરી છે.
આ પ્રકારે ૪૪ કરોડના બોગસ બિલીંગ અને ગેરકાયદેસર વેરા શાખ મેળવવા બદલ સ્ટેટ જીએસટી કાયદાનેી કલમ-૧૩ર હેઠળ ગુનો નોંધીને કલમ ૬૯ હેઠળ જગદીશ દાંતણિયાની ધરપકડ કરીને તેને જ્યુડીશ્યલ કસ્ટડીંમાં મોકલી આપ્યો છે. આમ, કેમિકલ્સ સેક્ટરમાં બોગસ બિલીંગની તપાસનું પગેરૂ અમદાવાદ અને ડીસામાં નીકળ્યુ હતુ. કેમિકલ કોમોડીટીમાં બોગસ બિલીંગના મોટાભાગે વ્યવહારો કરવામાં આવે છે.
અને આ પ્રકારે બોગસ બિલીંગ મારફતે કરચોરી કરવા ઉપરાંત અયોગ્ય રીતે વેરા શાખ મેળવવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએે ડીસા અને અમદાવાદમાં સર્ચ કરી હતી અને ત્રણ બોગસ કંપનીઓ ઉભી કરીને આ કેમિકલ કોમોડીટીઝમાં બોગસ બિલીંગના રૂા.૪૪ કરોડના વ્યવહારો શોધી કાઢવામાં આવ્્યા હતા.
સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ડીસામા પેણલ એન્ટરપ્રાઈઝ, શિતલ એન્ટરપ્રાઈઝ અને અમદાવાદની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ત્રણ બોગસ કંપનીઓ ઉભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. કેટલીક વ્યક્તિઓના પુરાવાનો દુરૂપયોગ કરીને આ ત્રણ કંપનીઓના રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. આ કિસ્સામાં તપાાસને અંતે વધુ શખ્સની સંડોવણી અને કરચોરી, વેરા શાખ અને બોગસ વ્યવહારો અંગે વધુ વિગતો બહાર આવે એવી શક્યતાઓ છે. SSS