કેમિકલ કંપનીના જપ્ત કરેલા દસ્તાવેજાે પરત કરવા GSTને હાઈકોર્ટનો આદેશ
(એજન્સી) અમદાવાદ, કેમિકલ કંપનીના જપ્ત કરાયેલા દસ્તાવેજાે પરત કરવાનો જીએસટી વિભાગને હાઈકોર્ટે આદેશ કર્યો છે. અરજદાર કંપનીના જપ્ત કરવામાં આવલા દસ્તાવેજાે તેમને પરત કરવા અથવા જાે પરત કરી શકાય તેમ ન હોય તો અરજદારને ચોક્કસ કારણો પણ જણાવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.
અરજદાર કંપનીએ અરજીમાં રજુઆત કરી હતી કે તેઓ ડાઈંગ અને કેમિકલના ઉત્પાદન અને વેચાણ સાથે જાેડાયેલા છે. તેઓ રાજસ્થાન અને સુરતમાં જુદા જુદા એકમો ધરાવે છે. ફેેબ્રુઆરી ર૦ર૦માં તેમના બન્ને એકમો ખાતે જીએસટી વિભાગે સર્ચ હાથ ધર્યુ હતુ.
જેમાં સ્ટોક રજીસ્ટાર, સેલ એન્ડ પર્ચેઝ, ઈનવોઈસ બિલ, એકાઉન્ટ બુક સહિતના દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપનીના ડીરેક્ટરોને પૂછપરછ કરવા માટે સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા. કંપનીના મહત્ત્વના દસ્તાવેજાે જપ્ત થયાને દસ મહિનાથી પણ વધુનો સમય વીતી ચુકયો હોવાથી તેને પરત કરવા સંબંધિત અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ દસ્તાવેજાે કે તેની નકલ ન આપવામાં આવતાઅરજદાર કંપનીની વર્તમાન કામગીરી પર વિપરીત અસર પડી રહી છે. હાઈકોર્ટે બંન્ને પક્ષની રજુઆત સાંભળી જીએસટી વિભાગને આ દસ્તાવેજાે પરત કરવાનો આદેશ કર્યો હતો. અને જાે દસ્તાવેેજાે પરત ન થઈ શકે તેમ હોય તો સ્પષ્ટ કારણ આપવા આદેશ કર્યો છે.