કેમ નાના પાટેકરે સંજય દત્ત સાથે એકપણ ફિલ્મ નથી કરી?

વર્લી બેસ્ટ બસ બ્લાસ્ટમાં મેં મારા ભાઈને ગુમાવ્યો નાનાએ કહ્યું હતું કે લોકો સંજય દત્તની ફિલ્મ જુએ છે, લોકોએ તેને હીરો બનાવ્યો છે, હું તેની ફિલ્મોને બૉયકોટ કરી રહ્યો છું.
મુંબઈ,વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક્ટર સંજય દત્તનું નામ પણ સામે આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સંજય દત્તને ૫ વર્ષની સજા ફટકારી હતી. સંજય દત્તને સજા મળી છતાં એક્ટર નાના પાટેકર ખુશ નહોતા. કારણકે આ બોમ્બ બ્લાસ્ટમાં એક્ટર નાના પાટેકરે પોતાના ભાઈને ગુમાવ્યો હતો. જ્યારે સંજય દત્તની સજા માફ થઈ ત્યારે પણ નાના પાટેકરે સવાલ ઉઠાવ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે ભલે સંજય દત્તે સજા કાપી હોય પરંતુ, હું ક્યારેય પણ સંજય દત્ત સાથે કામ નહીં કરું.
કારણકે વર્લી બેસ્ટ બસ બ્લાસ્ટમાં મેં મારા ભાઈને ગુમાવ્યો હતો. એક્ટર નાના પાટેકરના જણાવ્યા મુજબ, જાે મારી પત્નીએ પણ તે સમયે બીજી બસ ના લીધી હોત તો તેનું પણ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હોત. હું એવું નથી કહેતો કે આ માટે સંજય દત્ત જવાબદાર છે. પણ, તેનો આ બોમ્બ બ્લાસ્ટમાં હાથ છે અને હું તેની સાથે કામ નહીં કરું. નાના પાટેકરે એવું પણ કહ્યું હતું કે લોકો સંજય દત્તની ફિલ્મ જુએ છે. લોકોએ તેને હીરો બનાવ્યો છે. હું તેની ફિલ્મોને બૉયકોટ કરી રહ્યો છું.
માટે એક્ટર નાના પાટેકરે અત્યાર સુધી સંજય દત્ત સાથે ફિલ્મ નથી કરી. રાકેશ મારિયા જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) હતા ત્યારે તેમણે મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તને હાથકડી પહેરાવી હતી. સંજય દત્તની એરપોર્ટ પરથી ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. રાકેશ મારિયાની સામે જ આજીજી કરતાં સંજય દત્તે પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. ૨૦૦૩માં ગેટવે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજાર વિસ્ફોટ કેસનો પર્દાફાશ પણ રાકેશ મારિયાએ કર્યો હતો.
બોમ્બ બ્લાસ્ટની ગૂંજ સડકથી સંસદ સુધી સંભળાઈ હતી. પોલીસ તપાસ ઝડપથી આગળ વધી રહી હતી. દરમિયાન ત્રણ ષડયંત્રખોરો પકડાયા જેમના નામ હતા બાદશાહ ખાન, હનીફ અને સમીર. આ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું નામ સામે આવ્યું જે સાંભળીને સૌના મગજના તાર હલી ગયા. આ નામ હતું સંજય દત્તનું. મારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું, “પૂછપરછ ચાલી રહી હતી ત્યારે હનીફ અને સમીરે પૂછ્યું કે, સાહેબ તમે કદાવર લોકોને નથી પકડતા? મારિયાએ પૂછ્યું કયા લોકો? તો જવાબ મળ્યો સંજૂ બાબા. તેમણે પૂછ્યું કોણ સંજૂ બાબા? હનીફ અને સમીરે કહ્યું- સંજય દત્ત, હીરો.”sss