કેરલના ત્રણ જીલ્લામાં ૧૧ દિવસમાં કોરાનાના ૬૦ ટકા કેસ વધ્યા
કોઝીકોડ: દેશમાં મોટાભાગના રાજયોમાં કોરોનાનો પીક ખતમ થતો દેખાઇ રહ્યો છે પરંતુ ૩૦ સપ્ટેમ્બરથી સાત રાજયોમાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંદાજે રોજના નવા કેસોની સંખ્યા વધી રહી છે.
કેરળમાં રોજના નવા સાપ્તાહિક અંદાજે ક્રમશ ૧૯ ટકા,૩૧.૫ ટકા અને ૫.૧ ટકાના દરથી વૃધ્ધિ થઇ છે. અન્ય ત્રણ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામેલ છે.લદ્દાખ મેઘાલય અને નાગાલેન્ડ જેમાં નવ કેસો અઠવાડિયામાં અંદાજિત ક્રમશ ૮૯ ટકા,૬૧.૯ ટકા અને ૧૯.૩ ટકાના દરે વધી રહ્યાં છે.
કેરલના ત્રણ જિલ્લામાં આ મહિનાના પહેલા ૧૧ દિવસમાં કોરોનાનૌ કેસ લગભગ ૬૦ ટકા વધી રહ્યાં છે આ મહિનામાં કોઝીકોડમાં ૬૨.૨ ટકા ત્રિપુરામાં ૬૧.૯ ટકા કોલ્લમમાં ૫૭.૯ ટકા કેસ વધ્યા છે. ગત ચાર અઠવાડીયાથી ભારતમાં કોરોનાના નવા કેસમાં ૧૧ ટકા ઘટાડો નોંધાયો છે.
પરંતુકોરોના પર કાબુ મેળવવામાં મોડલ સ્ટેટ બનેલા કેરલમાં આ ચાર અઠવાડીયામાં ૨૩૩ ટકા એકટિવ કેસ વધ્યા છે.એવામાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો પ્રકોપ સંપૂર્ણ ખતમ નથી થયો આ વિકરાળ રૂપ લઇ રહ્યો છે કોઝીકોડમાં ૬૨.૨ ટકા ત્રિસુરમાં ૬૧.૯ ટકા કોલ્લમાં ૫૭.૯ ટકા ટકા કેસ વઘ્યા છે.
કેરલમાં રાજયપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે કોરોનાની બીજી લહેરની ચિંતા વ્યકત કરતા કહ્યું કે કદાચ આ વાયરસનું મ્યુટેશન હોઇ શકે છે અનેક કારણ હોઇ શકે છે કેરલના લોકો મોટી સંખ્યામાં અન્ય રાજય વિદેશમાં કામ કરે છે
રાજયમાં સંક્રમિતોમાં આવા લોકોની સંખ્યા વધુ જે બહારથી આવ્યા હોય તેમણે કહ્યું કે દક્ષિણના રાજયોમાં મ્યુટેશનના કારણે કોરોના વધુ ફેલાયો છે મોટાપાયે ટેસ્ટિંગ કરાવો.