Western Times News

Gujarati News

કેરલમાં પહેલીવાર અનુસૂચિત જનજાતિની પુજારી તહેનાત થશે

તિરૂવનંતપુરમ, કેરલમાં પહેલીવાર સર્વોચ્ચ મંદિર સંચાલક સંસ્થા ત્રાવણકોર દેવાસમ બોર્ડના પ્રબંધન વાળી તીર્થસ્થળમાં કોઇ અનુસૂચિત જન જાતિ (એસટી)ના પુજારી તહેનાત કરવામાં આવશે .કેરલ સરકારે એતિહાસિક પહેલ કરતા લગભગ ૧૨૦૦ ધર્મસ્થળોની દેખરેખ કરનાર બોર્ડમાં એક એસટી અને ૧૮ અનુસૂચિત જાતિના અંશકાલિક પુજારી નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

એ યાદ રહે કે ત્રાવણકોર દેવાસમ બોર્ડ એક સ્વાયત્ત મંદિર સંસ્થા છે જે ભગવાન અયપ્પાના સબરીમાલા મંદિર સહિત આ દક્ષિણ ભારતીય રાજયના ખુબ જાણીતા ધર્મસ્થળોનું પ્રબંધન સંભાળે છે. કેરલના દેવાસમ મંત્રી કાદાકંપાલો સુરેન્દ્રે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે અંશકાલિક પુજારીઓની ખાલી પડેલી જગ્યાએ ભરવા માટે એસસી અને એસટી શ્રેણી રેંકની યાદી તૈયાર કર્યા બાદ વિશેષ જાહેરનામાં હેઠળ પાંચ નવેમ્બરે જારી કરવામાં આવેલ છે.

તેમણે કહ્યું કે ત્રાવણકોર દેવાસમ બોર્ડમાં અંશકાલિક પુજારીઓના પદો માટે ૨૩ ઓગષ્ટ ૨૦૧૭ને પ્રકાશિત રેંક યાદીમાં ૩૧૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી એસસી એસલટી શ્રેણીની પરીક્ષા માટે તે સમયે યોગ્ય ઉમેદવારો નહીં મળવાને કારણે એક વિશેષ જાહેરનામા બાદ જારી કરી દેવામાં આવ્યું હતું બોર્ડમાં એસટી શ્રેણીની ચાર ખાલી જગ્યા છે પરંતુ એક જ અરજી મળી હતી.

મંત્રીએ કહ્યું કે લેફટ ડેમોક્રેટિક ફ્રંટ (એલડીએફ)ની ડાબેરી સરકારે સત્તામાં આવ્યા બાદ ભરતી બોર્ડની પુર્નરચના કરી હતી અને અત્યાર સુધી ત્રાવણકોર, કોચીન અને માલાબાર દેવાસમ બોર્ડમાં વિવિધ પદો માટે ૮૧૫ ઉમેદવારોની પસંદ થઇ ચુકી છે. સત્તાવાર સુત્રોએ કહ્યું કે રાજય સરકારે પોતાના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં વિવિધ મંદિરોમાં લગભગ ૧૩૩ બિન બ્રાહ્મણ પુજારીઓનું પસંદગી કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.