કેરલમાં ભારે વરસાદને કારણ ભૂસ્ખલનઃ 7નાં મોત: 75 લાપતા
તિરૂવનંતપુરમઃ કેરલથી લઇને હિમાચલ સુધી અને ગુજરાતથી લઇને આસામ સુધી મુશળધાર વરસાદ ભારે આફત બનીને આવ્યો છે. ભારે વરસાદ અને પૂરને કારણ કેરલનાં ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનથી 7નાં મોત થયાં છે. આ ભૂસ્ખલન રાજમલાઇ વિસ્તારમાં થયું છે. રાત્રીનાં રોજ અને સવાર-સવારમાં ભારે વરસાદને કારણ 20થી વધારે ઘરોમાં ભૂસ્ખલનને કારણે મુન્નારનાં રાજમલાઇમાં 75થી વધારે લોકો લાપતા છે. આ પહેલાં અધિકારીઓએ જણાવ્યું ઘટનાસ્થળ પર પહોંચવું મુશ્કેલ છે. વન અધિકારી અને અન્ય ઇમરજન્સી સેવાનાં કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે “આ વિસ્તારમાં 70થી 80 લોકો રહે છે. તાજેતરની માહિતી અનુસાર આ ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે.
કેરલમાં એર્નાકુલમનાં જંગલોમાં એટલો બધો વરસાદ વરસ્યો કે પૂરનાં પાણીમાં એક જંગલી હાથી પણ તણાઇ ગયો. પેરિયાર નદીમાં આ હાથીની લાશ તણાતી લોકોએ જોઇ તો તેને એર્નાકુલમની પાસે નેરિયામંગલમ વિસ્તારમાં કાઢવામાં આવી. રાજ્યનાં વાયનાડ વિસ્તારમાં પણ પૂરને કારણ ખરાબ હાલત સર્જાઇ છે. સતત વરસાદ વરસી રહેલ છે અને નદીઓ પણ છલકાઇ ગઇ છે. પનામારમ વિસ્તારમાં સેંકડો લોકો ફસાયેલા છે.