કેરલમાં હવે પાંચથી વધુ લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ
કોચ્ચી, કોરોના વાયરસના વધતા પ્રકોપનો સામનો કરવા માટે કેરલ સરકારે હવે કલમ ૧૪૪નો સહારો લીધો છે. કેરલ સરકારે સમગ્ર રાજયમાં કલમ૧૪૪ લાગુ કરી દીધી છે જે હેઠળ રાજયમાં કોરોના વાયરસના મામલામાં વધારાને નિયંત્રિત કરવા માટે પાંચથી વધુ લોકોના જમાવડા પર પ્રતિબંધ મુકી દીધો છે.
મુખ્ય સચિવ વિશ્વ મહેતા દ્વારા જારી કરવામાં આવેલ એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ સોશલ ડિસ્ટેસિંગનો કડકાઇથી પાલન કરવાના હેતુથી જારી કરવામાં આવ્યો છે આથી પ્રશાનને આઇપીસીની કલમ ૧૪૪ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ નવો આદેશ ૩થી ૩૧ ઓકટોબર સુધી લાગુ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજયમાં કોરોનાના મામલાની સંખ્યામાં વધારાને કારણે જાહેર ગૈંદરિગ અને સભાઓ કોવિડ ૧૯ના સંક્રમણના અત્યંત વધુ પ્રસારનો એક મોટો ખતરો પેદા કરે છે આથી એક સમયમાં પાંચથી વધુ લોકોની હાજરી કે સભાની મંજુરી આપી શકાય નહીં
આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટોને નિર્દેશિત કરવામાં આવે છે કે તે પોતાના જીલ્લામાં જમીની સ્થિતિનું આકલન કરે અને કોરોના વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે કલમ ૧૪૪ હેઠળ સંબંધિત જાેગવાઇ અને આદેશોને લાગુ કરે.
એ યાદ રહે કે કેરલમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા બે લાખ પાર કરી ચુકી છે રાજયમાં ૮૧૩૫થી વધુ નવા કેસ સામે આવ્યા અને ૨૯ નવા મોતથી આ આંકડો ૭૭૧ થઇ ગયો છે હાલના અઠવાડીયમાં કેરલમાં કોંરોના વાયરસના મામલામાં મોટો વધારો થયો છે ૧૧ સપ્ટેમ્બરે અહીં કોરોનાના કેસમાં એક લાખને પાર થઇ ગયો હતો.જયારે ૨૪ સપ્ટેમ્બરે આ આંકડો દોઢ લાખને પાર કરી ગયો હતો.રાજય સરકાર દ્વારા કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે અનેક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.HS