કેરળથી ગુજરાત આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ કરાશે
ગાંધીનગર, દેશમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો થઈ રહ્યો છે. જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. આ સંદર્ભે ગુરુવારે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેરળમાંથી કે ત્યાં થઈને ગુજરાત આવતા લોકોને કોઈપણ નાગરિક રેલવે, રોડ કે વિમાન માર્ગે ગુજરાતમાં પ્રવેશે તે પહેલા તેમની તપાસ-સ્ક્રીનિંગ કરાય અને તેઓ જાે નેગેટિવ હોય તો રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવે તેવી આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં નીતિન પેલે કહ્યું કે, કેરળ વેક્સિનેશનમાં આગળ છે, તેમ છતાં ત્યાં રોજરોજ કોરોનાના નોંધાઈ રહેલા કેસો માટેના કારણો ગુજરાત સહિત ભારત સરકાર માટે ચિંતાનો વિષય છે. આ બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે પણ તેમને વાતચીત કરીને માર્ગદર્શન માગ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં લગભગ વેક્સિનેશનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. તેમ છતાં કેરળમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેનો કારણો શું છે? તેની જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે રાજ્ય સરકારે ભારત સરકાર પાસે મદદ માંગી છે. આ દરમિયાન નીતિન પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ૧૨૦૦ બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ હોસ્પિટલમાં નિર્માણાધીન વોર્ડની કામગીરી, તકનીકી ઉપકરણો, ઓપીડી, આઈસીયુ વગેરે જેવી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. તેમણે આ હોસ્પિટલમાં નવા સ્થપાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ૧૨૦૦ બેડ હોસ્પિટલના તમામ બેડ ઓક્સિજનની સેન્ટ્રલ લાઈનથી જાેડવામાં આવી રહ્યું છે અને તેની કામગીરી પુર્ણતાના આરે છે.SSS