કેરળના તિરૂવનંતપુરમ, ત્રિશૂર, અર્નાકુલમ અને મલપ્પુરમમાં ત્રિપલ લોકડાઉન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Lockdown-1-scaled.jpg)
તિરૂવનંતપુરમ: કેરળના ૪ જિલ્લામાં પિનારાઈ વિજયન સરકારે ટ્રિપલ લોકડાઉન લગાવવાનો ર્નિણય કર્યો છે. તિરૂવનંતપુરમ, ત્રિશુર, એર્નાકુલમ અને મલપ્પુરમમાં કોરોનાના વઘતા કેસ પર નિયંત્રણ લાવવા માટે સરકારે આ પગલું ભર્યુ છે. તેની સાથે જ સરકારે હાલના લોકડાઉનને ૨૩ મે સુધી વધારી દીધુ છે. પહેલા અહીં ૧૬ મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પાછલાં ૨૪ કલાકોમાં કેરળમાં કોરોનાના ૩૪,૬૯૪ નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૨૦,૫૫,૫૨૮ સુધી પહોંચી ગઈ છે. ત્યાં જ ૯૩ લોકોના મોતથી કુલ મોતનો આંકડો ૬,૨૪૩ પર પહોંચી ગયો છે.
કેરળના તિરૂવનંતપુરમ, ત્રિશૂર, અર્નાકુલમ અને મલપ્પુરમમાં સૌથી વધારે કોરોનાના કેસ આવ્યા છે. ૧૫ મેના દિવસે તિરૂવનંતપુરમમાં કોરોનાના સૌથી વધુ ૪,૫૬૭ નવા કેસ આવ્યા છે. ત્યાં જ ત્યાર બાદ મલપ્પુરમમાં ૩,૯૯૭, અર્નાકુલમમાં ૩,૮૫૫ અને ત્રિશુરમાં ૩,૧૬૨ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. અહીંનો પોઝિટીવિટી રેટ ૨૬.૪૧ ટકા છે.
ટ્રિપલ લોકડાઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરોમાંથી બહાર નિકળવા માટે ના પાડવામાં આવે છે અને તેની કડક દેખરેખ રાખવામાં આવે છે. પોલિસકર્મી મોટરસાયકલ પર પેટ્રોલિંગ કરે છે. ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવે છે. આ સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે. જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને જીપીએસ ખ્તॅજની મદદથી તેનું લોકેશન જાેવામાં આવે છે.
લોક-૧માં લોકોની અવર-જવર બંધ કરી દેવામાં આવે છે અને તેમને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવે છે. તે સમયે રાશન, શાકભાજી અને દવાઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામન મંગાવી શકે છે. જે લોકો બહાર નિકળે છે તેમની પાસે ઓફિશ્યલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જેમાં સ્પષ્ટ લખેલું હોય કે તેમનું બહાર જવું શા માટે જરૂરી છે. આ કાગળ જાેયા બાદ જ પોલીસ તેમને બહાર જવાની પરવાનગી આપે છે. જે લોકો લોકડાઉનના નિયમોનું પાલન નથી કરતા તેમના
વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને આર્થિક દંડ પણ લાગે છે.
લોકડાઉન-૨ દરેક જગ્યાઓ પર નથી લાગુ રહતું. જે જિલ્લાઓમાં કોરોનાના કેસ વધારે છે. ફક્ત ત્યાં જ લોકડાઉન-૨ લગાવવામાં આવે છે. જે લોકો તેનું ઉલંધન કરે છે તેમના વિરૂદ્ધ ફરિયાદની ચેતાવણી આપવામાં આવે છે. લોકડાઉન-૩ હેઠળ કોરોના દર્દીઓના ઘર પર સતત નજર રાખવામાં આવે છે. પોલીસ ઓફિસર અહીં સુનિશ્ચિત કરે છે કે કોરોના પોઝિટીવ લોકો અને તેમના પરિવારના કોઈ પણ સદસ્ય ધરની બહાર ન નિકળે. ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસ ૯૪ ટકા ઘટી ગયા હતા.