કેરળમાં કોરોનાનો ત્રીજો કેસ સામે આવતાં તંત્ર દોડતુ થયું
કોચ્ચી, ચીનમાં કહેર મચાવી રહેલો કોરોના વાયરસે હાલમાં જ કેરળમાં પહેલા મામલા સાથે આગમન કરી દીધું હતું. પરંતુ હવે રાજ્યમાં કોરોના વાયરસને લઇને ત્રીજા મામલાને પુષ્ટી આપવામાં આવી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે કસારગોડના કંજગઢ જિલ્લાની હોસ્પિટલમાં દર્દીનો ઇલાજ ચાલી રહ્યો છે અને હાલમાં સ્થિતિ સ્થિર છે. પીડિત શખ્સ હાલમાં જ ચીનના વૂહાનથી પરત ફર્યો હતો. જો કે કોરોના વાયરસનો ત્રીજો કેસ પોઝીટીવ આવ્યાં છતાં પણ સ્વાસ્થ્ય મંત્રી કહી રહ્યાં છે કે કોઇપણે ગભરાવાની જરૂર નથી. બે વર્ષ ફેલાયેલા નિપાહ વાયરસની જેમ આ વાયરસને પણ કાબૂમાં લઇ લેવામાં આવશે. ૨૦૧૮માં નિપાહ વાયરસના કારણે રાજ્યમાં ૧૭ લોકોનાં મોત નિપજ્યાં હતા.
ચીનના સ્થાનિક સ્વાસ્થ્ય આયોગ દ્વારા સોમવારે આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું કે હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસને લઇને રવિવારે ૫૬ લોકોનાં મોત થયા છે. જો કે અત્યાર સુધીમાં મૃતાંકનો આંકડો ૩૫૦ સુધી પહોંચી ગયો છે. ચીનનના વૂહાનથી ફેલાય રહેલો કોરોના વાયરે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે.