કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થયુ
નવીદિલ્હી,ભીષણ ગરમીની વચ્ચે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમા દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું ત્રણ દિવસ પહેલા આગમન થઇ ગયું છે.આ સાથે દેશમાં ચાર મહિના ચાલતી વર્ષાઋતુનો પ્રારંભ થઇ ગયો છે.આમ સામાન્ય રીતે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન ૧ જૂને થાય છે.
આ ચોમાસુ કર્ણાટક અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગ જણાવ્યા અનુસાર કેરળમાં શનિવારથી વરસાદ પડી રહ્યો છે.જ્યારે રાજ્યના ૧૪ વેધર મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૧૦માં વરસાદનું આગમન થઇ ગયું છે.ત્યારે રાજ્યમા ૨.૫ મિમી વરસાદ પડયો છે.ચોમાસુ કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે.જે આગામી ત્રણથી ચાર દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળના બાકીના ભાગોમા તામિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કરશે.HS2KP