કેરળમાં પહાડોમાં ફસાયેલા ટ્રેકરને સેનાએ ૩ દિવસે બચાવ્યો
કેરળ, કેરળ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલક્કડના મલમપુઝા વિસ્તારમાં એક ટ્રેકર સોમવારથી પહાડની ચટ્ટાનો વચ્ચે ફસાયેલો છે. તે એવી રીતે ફસાયો હતો કે, તેને રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તેને ભોજન-પાણી વગેરે પણ ઉપલબ્ધ કરાવી શકાતા નહતા અંતે સેનાએ યુવકને ત્રણ દિવસે બચાવી લીધો છે.
પલક્કડ ખાતે કૂર્મબાચી પહાડીની ફોલ્ટ લાઈનમાં ફસાયેલા યુવકની ઉંમર માત્ર ૨૩ વર્ષ છે અને તેને બચાવવા માટે ભારતીય સેનાનું અભિયાન ચાલુ છે. અત્યાર સુધીમાં એક પણ બચાવકર્મી તેના સુધી પહોંચવામાં સફળ નથી રહ્યો અને તેને ભોજન-પાણી પણ નથી મોકલી શકાયા.
એક અહેવાલ પ્રમાણે ભારતીય સેનાનું એક પર્વતારોહણ દળ ફસાયેલા યુવકની ૨૦૦ કિમી નજીક સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. સેનાના નિષ્ણાંતો બચાવ કામગીરી માટે તમામ આધુનિક સામાન સાથે મલમપુઝાની ચિરોડ હિલ ખાતે પહોંચી ગયા છે.
ફસાયેલો યુવક આર બાબૂ મલમપુઝાના ચેરાડુનો રહેવાસી છે અને સોમવારે બપોરના સમયે તે કુરૂંબાચી પહાડીઓ પરથી ઉતરતી વખતે તિરાડમાં લપસી પડ્યો હતો. તે પોતાના અન્ય ૩ મિત્રો સાથે પહાડની યાત્રા કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. યુવકને બચાવવા માટે વેલિંગટન ખાતેથી સેનાના ૨ અધિકારીઓ, ૨ જેસીઓ અને ૫ અન્ય સિપાહી ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ભારતીય તટ રક્ષકના ચેતક હેલિકોપ્ટરે મંગળવારે બચાવ અભિયાનમાં જાેડાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે અભિયાન પૂરૂ નહોતું થઈ શક્યું.
ત્યાર બાદ બુધવાર સવારથી ફરી પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુ સેનાએ ભારતીય સેનાની વધુ એક પર્વતારોહણ ટીમને બેંગલુરૂથી રવાના કરી છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મંગળવારે યુવકને બચાવવા માટે સેનાની મદદ માગી હતી. અગાઉ જિલ્લા પ્રશાસન તરફથી પણ મદદ માગવામાં આવી હતી.SSS