કેરળમાં લોકડાઉન માટે સ્પે. આમ્ર્ડ ફોર્સ તહેનાત
નવી દિલ્હી: કેરળમાં કોરોનાના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે તેને જોતાં સરકારે એક નવતર કદમ લીધું છે. તિરુવનંતપુરમનો પૂનથુરા વિસ્તાર કોરોનાનો નવો હોટસ્પોટ બની રહ્યો છે ત્યારે કોરોનાનું બીજું મોજું રોકવા માટે સરકારે અહીં સ્પેશિયલ આમ્ર્ડ પોલીસ (એસએસપી)ના કમાન્ડોને તહેનાત કયાર્ છે. કેરળના કોવિડ-૧૯ મેનેજમેન્ટ ટીમના પબ્લિક હેલ્થ સ્પશિલિસ્ટ મોહમ્મદ અશીલે જણાવ્યું કે, પૂનશુરામાં સુપર સ્પ્રેડિંગના કેસ સામે આવી રહ્યા છે.
એટલે કે એક વ્યક્તિને કારણે છ લોકોમાં કોરોના ફેલાવવાની ઘટની સામે આવી રહી છે. દેવસ્વોમ અને પર્યટન મંત્રી કડકમપલ્લી સુરેન્દ્રને જણાવ્યું કે, પૂનથુરમાં સુપર સ્પ્રે઼ડરના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૫ દિવસોમાં પૂનથુરાથી કોરોનાના ૬૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.