કેરળમાં ૨૧ વર્ષની ભણેલી ગણેલી યુવતી મેયર બની
થીરુવનંતપુરમ: સીપીઆઈ પાર્ટીની જિલ્લા અને રાજ્યની કમિટી દ્વારા વિવિધ ર્નિણયો લેવાયા બાદ અંતમાં ૨૧ વર્ષની આર્યા રાજેન્દ્રના માથે મેયરનો કળશ ઢોળવામાં આવ્યો છે.
આર્યા પહેલી વખત થીરુવનંતપુરમ કોર્પોરેશનના મુદ્વાનમંગલથી કાઉન્સિલર બન્યા તરીકે ચૂંટાયા છે. આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે. અહીં કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીની ૧૦૦ બેઠકોમાંથી ૫૧ બેઠકો પર જીત થઈ છે.
જ્યારે ભાજપ ૩૫ બેઠકો સાથે વિરોધ પક્ષમાં બેસશે. જ્યારે કોંગ્રેસ અને યુડીએફનું સંગઠન ૧૦ બેઠકો સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ૪ કાઉન્સિલર અપક્ષ ચૂંટાયા છે. સીપીઆઈ દ્વારા પૂર્વ સ્વાસ્થ્ય કમિટીના ચેરપર્સન પુષ્પાલતા, ટીચર યુનિયનના નેતા એજી ઓલાના અને જમીલા શ્રીધનરને મેયર કેન્ડિડેટ પસંદ કરાયા હતા. જાેકે, પુષ્પાલતા અને ઓલેના ચૂંટણી હારી ગયા
જે બાદ જમીલા શ્રીધર કે જેઓ નિવૃત્ત સરકારી કર્મચારી છે તેમની સામે ૨૧ વર્ષના આર્યા રાજેન્દ્ર પર મેયર તરીકેની પસંદગી ઉતારવામાં આવી. આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, આ પાર્ટીનો ર્નિણય છે અને મારે તેનું પાલન કરવાનું છે.
ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ.