કેરળમાં ૨૪ કલાકમાં ૨૫ હજારથી વધારે કોરોનાના મામલા સામે આવ્યા

તિરૂવનંતપુરમ, કોરોના મહામારીની બીજી લહેરમાંથી આખો દેશ સ્વસ્થ થયો છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ત્યાં, છેલ્લા ૨૪ કલાકમાં ૨૫,૦૧૦ નવા કોવિડ -૧૯ કેસ નોંધાયા છે. આ સિવાય આ વાયરસના કારણે ૧૭૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. જાેકે, હવે ત્યાં સકારાત્મકતા દર ઘટીને ૧૬.૫૩ ટકા થઈ ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી પિનારાયી વિજયને અધિકારીઓને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.
કેરળ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૧,૩૧૭ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૨૫ હજાર પોઝિટિવ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં, સકારાત્મકતા દર (ટીપીઆર)૧૭.૬૩ ટકાથી ઘટીને ૧૬.૫૩ ટકા થયો છે. આ સિવાય ૨૩,૫૩૫ લોકો સાજા થયા છે. જેના કારણે હવે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને ૪૦,૭૪,૨૦૦ થઈ ગઈ છે.
કેરળના ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ ૩૨૨૬ કેસ ત્રિશૂરમાં નોંધાયા છે. આ પછી, એર્નાકુલમમાં ૩૦૩૪ અને મલપ્પુરમમાં ૨૬૦૬ કેસ નોંધાયા છે. હાલમાં, રાજ્યમાં સક્રિય કોવિડ -૧૯ કેસોની સંખ્યા ૨,૩૭,૬૪૩ છે. જેમાં માત્ર ૧૨.૯% હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.
કેરલની સ્થિતિ ચિંતાજનક બની છે મંગળવાર અને બુધવારે ૩૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા બાદ છેલ્લા બે દિવસથી કેરળમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ગુરુવારે પણ ત્યાં ૨૬,૨૦૦ નવા કેસ નોંધાયા હતા. દરમિયાન, કેરળના સીએમ પિનારાયી વિજયને જાહેરાત કરી કે રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલવાની યોજના બનાવી રહી છે. જાેકે અંતિમ ર્નિણય હજુ લેવામાં આવ્યો નથી, પરંતુ લોકો પાસેથી માત્ર અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે.HS