Western Times News

Gujarati News

કેરળમાં ૨૭ મે સુધીમાં ચોમાસું શરૂ થવાની હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગામી સપ્તાહના મધ્ય સુધીમાં રાજ્યમાં તેના આગમનની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના કેરળમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે.”

જાે આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં શરૂ થાય છે, તો તે તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત હશે. અગાઉ ૨૦૦૯માં ચોમાસું ૨૩ મેના રોજ કેરળ પહોંચ્યું હતું. આ પહેલા હવામાન વિભાગે પાંચ દિવસ પહેલા કેરળમાં ૨૭ મે સુધીમાં ચોમાસું શરૂ થવાની આગાહી કરી હતી. સામાન્ય રીતે ચોમાસું ૧લી જૂને કેરળ પહોંચે છે.

વિભાગે કહ્યું કે, કેરળ અને દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અઠવાડિયાના કેટલાક દિવસો સુધી ભારે વરસાદની પણ અપેક્ષા છે. ગુરુવારે સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારતમાં તાપમાન વધ્યું હતું અને બાડમેરમાં ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસું સમય પહેલા દસ્તક આપી શકે છે. તે જ સમયે,રાજધાનીમાં ભારે પવનની અપેક્ષા છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાનીમાં ગરમીનું મોજુ યથાવત છે.

દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે શુક્રવારે દિવસ આંશિક વાદળછાયું રહેવાની અને સાંજે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે ૨૦-૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૪૪ ડિગ્રી સેલ્સિયસ અને ૨૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.