કેરળમાં ૭૫ વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ, ૩ આરોપીની ધરપકડ
કોચ્ચિ, કેરળમાં માણસાઈને પણ શરમાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ ૭૫ વર્ષીય મહિલા પર રવિવારે બપોરે હુમલો કરી દીધો હતો. મહિલા પોતાના ઘરની નજીક પોતાના મિત્રના ઘરે હતી ત્યારે આ ઘટના બની. આ મામલાને લઈ કેરળ પોલીસે દુષ્કર્મની કલમો અંતર્ગત મામલો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલા પર કથિત રીતે દુષ્કર્મ પોલીસ મુજબ મહિલાના ઘરની નજીક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યાં આરોપી પીડિતાને ખાવાનું આપવાના નામે બોલાવી આવ્યા હતા. લોહી વહેતું થઈ જતાં આરોપીઓ ફરાર થઈ ગયા.
પીડિતાને નજીકના હોસ્પિટલે દાખલ કરવામાં આવી છે. હાલત ગંભીર હોવાથી તેમને કોલેનચેરીના ખાનગી મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યાં. જ્યારે ડોક્ટર્સે તરત ઓપરેશન કરવાનો ફેસલો લઈ મહિલાનો જીવ બચાવવાની કોશિશ કરી. હજી સુધી તેમની હાલતમાં કોઈ સુધારો આવ્યો નથી અને હાલત હજી પણ ગંભીર જણાવવામાં આવી રહી છે. લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલે દાખલ હોસ્પિટલેથી મળેલી જાણકારી મુજબ વૃદ્ધાના માથા પર કોઈ અણીદાર ચીજથી હુમલો થયો હોવાનું નિશાન છે. પીડિતાના શરીર પર ગંભીર ઘાવ હતા અને તેના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજાના નિશાન મળી આવ્યા. સ્થાનિક ગ્રામ પરિષદના અધ્યક્ષ કે કે રાજૂએ મીડિયાને જણાવ્યું કે તેમની સાથે દુષ્કર્મ થયો તેની કોઈને ખબર નથી. પોલીસ હવે સમગ્ર મામલે આ એન્ગલથી તપાસ કરશે.
કેરળ મહિલા આયોગે પણ આ મામલે કેસ નોંધ્યો છે. મહિલા આયોગની ચેરપર્સન એમસી જોસિફીને ખાનગી મેડિકલ કોલેજના હોસ્પિટલની મુલાકાત લીધી અને સબુત એકઠા કર્યા, અને ખુદ રિપોર્ટ લેતાં મામલો નોંધ્યો. આયોગની અધિકારી મુજબ પોલીસે તેમને નોંધાયેલા મામલાની વિસ્તૃત જાણકારી આપી છે અને તેમને ઉમ્મીદ છે કે આરોપીને આકરામાં આકરી જા મળશે. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.