Western Times News

Gujarati News

કેરળ અને મહારાષ્ટ્રમાં સતત કેસ વધવાને લઈને સ્થિતિ ગંભીર બની

કેરળ, કેરળ અને મહારાષ્ટ્રમાં સતત કેસ વધવાને લઈને સ્થિતિ ગંભીર બની છે ત્યારે પણ સરકાર હાલની સ્થિતિમાં લોકડાઉનના મૂડમાં નથી. સ્વાસ્થ્ય મંત્રી રાકેશ ટોપેએ આ જાહેરાત કરી છે.

શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રી રાકેશ ટોપેએ કહ્યું કે હાલમાં કોઈ પણ રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. નજીકના ભવિષ્યમાં લોકડાઉનને લઈને કોઈ શક્યતા વર્તાઈ રહી નથી.

દેશના અનેક ભાગમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે પણ કેરળ અને મહારાષ્ટ્રમાં રોજના કેસની સંખ્યા વધી રહી છે. કેરળમાં સ્થિતિ ગંભીર બની છે. રોજના ૩૦ હજારથી વધારે કેસ ફક્ત કેરળમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે સંક્રમણને કંટ્રોલ કરવા માટે પાબંધીઓ લાગૂ કરી છે. પણ તે સફળ થઈ નથી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સંક્રમણની વચ્ચે કેરળમાં લોકડાઉનની શક્યતાને નકારી છે.

મુખ્યમંત્રી કાર્યાલયના અનુસાર સીએમ વિજયન કેરળમાં લોકડાઉન કરવાના મૂડમાં નથી કેમકે તેનાથી મોટું સંકટ આવી શકે છે.સીએમ ઓફિસે કહ્યું કે મુખ્યમંત્રી વિજયને પૂર્ણ લોકડાઉનની વાતને નકારી છે આ રાજ્યની અર્થવ્યવસ્થા અને લોકોની આજીવિકા પર સંકટ જન્માવી શકે છે.

સરકારે લોકડાઉનની સંભાવનાને નકારી છે ત્યારે કોરોનાના નિયમોને કડકાઈથી લાગૂ કરવા કહ્યું છે. આ પહેલા સરકારે આદેશ આપ્યો હતો અને તેમાં કહેવાયું હતું કે ક્વોરન્ટાઈનમાં રહેનારા નિયમોનું પાલન ન કરે તો તેની વિરોધમાં કાર્યવાહી કરાશે. આ સાથે મહામારી અધિનિયમ અને કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.

ફક્ત કેરળમાં ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં રોજના કેસ અહીંના દૈનિક કેસથી અડધા છે. ફરીથી ૨૯ હજારથી વધારે કેસ આવતા ચિંતા વધી છે. આ સાથે અહીં ૨૪ કલાકમાં ૧૩૧ લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં લોકડાઉનની શક્યતાઓને નકારી છે. સ્વાસ્થ્ય મંત્રી રાકેશ ટોપેએ શુક્રવારે કહ્યું કે નજીકના ભવિષ્યમાં લોકડાઉનને લઈને કોઈ પણ શક્યતા જાેવા મળી નથી, એવામાં ગણેશ ઉત્સવમાં ભીડ ન કરવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે સરકારે અલગ અલગ દિશા નિર્દેશ જાહેર કર્યા છે અને તેનું પાલન થાય તે જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.