કેરળ બાદ હવે પૂર્વોત્તરનાં રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી

નવીદિલ્હી, કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોરોનાના વધતા કેસોએ સરકારની ટેન્શન વધારી છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે ચાર સભ્યોની ટીમને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે મિઝોરમ મોકલી છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)ના સલાહકાર- મહામારી વિજ્ઞાની ડો. વિનીતા ગુપ્તાના નેતૃત્વમાં આ ચાર સભ્યોની કેન્દ્રીય ટીમ મંગળવારે મિઝોરમની રાજધાની આઈજાેલ પહોંચી.
એક સત્તાવાર નિવેદનમાં જાણકારી આપવામાં આવી. રાજ્યની રાજધાનીમાં ટીમના પહોંચવાના તાત્કાલીક બાદ આ સભ્યોએ રાજ્યના એકીકૃત રોગ ઓબ્જર્વેશન કાર્યક્રમ (આઈડીએસપી)ના અધિકારીઓ, આઈજાેલ પૂર્વ અને આઈજાેલ પશ્ચિમના મુખ્ય ચિકિત્સા અધિકારીઓ(સીએમઓ)ની સાથે બેઠક કરી અને સ્થિતિને પહોંચી વળવાની રીત પર ચર્ચા કરી.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે ટીમ રાજ્ય ભરમાં બિમારીના પ્રસારને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહેલા ઉપાયોની સમીક્ષા માટે બુધવારે વિભિન્ન જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારીઓની સાથે વધું એક ડિજિટલ બેઠક કરશે.
કેન્દ્રીય ટીમના સભ્ય દિવસમાં આઈજાેલ પશ્ચિમમાં કોવિડ ૧૯ ક્વોરેન્ટાઈન સ્થળોની મુલાકાત કરશે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે મિઝોરમમાં મંગળવારે કોરોના સંક્રમણના ૧૬૮૧ નવા મામલા આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૯૯,૮૫૬ થઈ ગઈ તથા ૫ વધું રોગીઓના મોત બાદ મૃતકોની સંખ્યા ૩૩૧ પહોંચી ગઈ છે.HS