Western Times News

Gujarati News

કેરળ વિમાન દુર્ઘટનાઃ ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય

કોઝીકોડ, દુબઇથી આવી રહેલું વિમાન અચાનક ખીણ પડી જવાના સમાચારથે ચોતરફ કીકાયારીઓ, લોહીથી લથપથ કપડાં, ડરેલા ગભરાયેલા બાળકો અને એમ્બ્યુલન્સની સાયરનની અવાજે સમગ્ર વિસ્તારને હચમચાવે દીધો. એર ઇન્ડીયા એક્સપ્રેસનું વિમાન શુક્રવારે સાંજે કેરલમાં કોઝિકોડ હવાઇપટ્ટી પરથી સરકીને ખીણમાં પડ્યું અને બે ભાગમાં તૂટી ગયું. આ દુર્ધટનામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા.

વરસાદના કારણે સ્થાનિક નાગરિકો અને પોલીસ સહિત બચાવકાર્યએ વિમાનમાંથી ઘાયલ મુસાફરોને બહાર કાઢમવામાં સ્ફૂર્તિ બતાવી. વિમાન ભારે અવાજ સાથે બે ટુકડામાં તૂટી ગયું અને મુસાફરો સમજી શક્યા નહી અને પળભરમાં શું થઇ ગયું અને સમગ્ર વિસ્તારમાં કીકીયારીઓ ગૂંજી ઉઠી. આ દરમિયાન ચારથી પાંચ વર્ષના બાળકો બચાવકર્મીઓના ખોળામાં લપાયેલા જોવા મળ્યા અને મુસાફરોનો બધો સામાન આમતેમ વિખરાયેલો પડ્યો હતો. વિમાનનો ધડાકો સાંભળી સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી પડ્યા.

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે ભારે ધડાકો સાંભળી તે હવાઇપટ્ટી તરફ દોડ્યો હતો. નાના બાળકો સીટ નીચે ફસાયેલા હતા, ઘણ લોકો ઘાયલ હતા અને આ એકદમ દુખદ હતું. તેમાંથી ઘણાની હાલત ગંભીર હતી. ઘણા લોકોના પગ તૂટી ગયા હતા. મારા હાથ કપડાં લોહીથી લથપથ હતા.

બચાવ અભિયાનમાં સામેલ અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે ”ઘાયલ પાયલટને વિમાનના કોકપિટને તોડીને બહાર કાઢવામાં આવ્યો. જ્યાં સુધી એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચે લોકોએ યાત્રીને કાર વડે કોઝિકોડ અને મલાપ્પુરમ જિલ્લાની વિભિન્ન હોસ્પિટલોમાં પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું.

કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે.

કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.